ચેકિંગ:22 વાહન ચાલકોને નિયમ ભંગ બદલ 46 હજારનો દંડ

આણંદ‎7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઅોની 4 ટીમો દ્વારા ચેકિંગ કરાયું

આણંદ જિલ્લામાં માર્ગો પર પેસેન્જર રીક્ષા અને ઇકો કારના ચાલકો બેફામ વાહનો હંકારતા હોવાની ફરિયાદ ઉઠી હોવાથી આણંદ આરટીઓએ પેસેન્જર ભરેલી રીક્ષા- ઇકો ગાડીના ચાલકો સામે સપાટો બોલાવીને બે દિવસથી ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં 22 જેટલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તંત્રએ એમવી એકટ હેઠળ નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને 46,500નો દંડ ફટકારવામાં આવતાં પેસેંજર ભરીને ગેરકાયદે રીક્ષા અને ઇકો કાર ચલાવતા તત્વો સામે રીતસરનો સોપો પડી ગયો હતો.

આરટીઓ તંત્રએ ચાર જેટલી ટીમો બનાવીને વાસદ, ચિખોદરા ચોકડી , બોરસદ ચોકડી , મહેન્દ્ર શાહ ચોકડી , સામરખા ચોકડી ભાલેજ ચોકડી, ઉમરેઠ ચોકડી ,ઓડ ચોકડી, વાસદ થી તારાપુર ચોકડી સહિત અમદાવાદ વડોદરા એકસપ્રેસવે પર દોડતા 22 વાહન ચાલકો સામે ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો બેસાડવામાં આવતાં 46,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...