પરીક્ષા:21 કેન્દ્રો પર 4556 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધો -12 વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ વિભાગ જેવો કે ડિગ્રી એન્જીનીંયરીંગ, ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સરકાર દ્વારા ગુજકેટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુવર્ષ 2023 માટે ગુ. માધ્ય. અને ઉ. માધ્ય. શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 3 જી એપ્રિલએ પરીક્ષા યોજાનાર હોવાથી અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. આણંદ જિલ્લામાં 231 બ્લોકમાં 4556 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજકેટની પરીક્ષા માટે રાજય સરકાર દ્વારા એક માળખું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન સહિત જુદા જુદા વિષયની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાન અને 40 પ્રશ્નો જીવ વિજ્ઞાન કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. વધુમાં શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ગુજકેટની પરીક્ષાની અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. ગુજરાતી માધ્યમ 2850 અને અંગ્રેજી માધ્યમમાં 1705 અને હિન્દીમાં 1 સહિત કુલ 4556 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...