કાર્યવાહી:પંખા-AC ચલાવવા વીજ ચોરીનો માર્ગ અપનાવતાં 45 ઝડપાયા, 420 વીજ મીટરમાં તપાસ, 6.93 લાખ દંડ ફટકાર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાળામાં ગરમીએ આખરી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે ગરમીથી બચવા વીજ ધારકો પંખા -એસી સતત ચાલુ રાખવાનું પસંદ કરતા હોય છે.આ સમયે વધારે વીજબીલ આવે નહીં તે માટે વીજ ચોરીના નુશખાઓ અપનાવતા હોય છે. જેને અટકાવવાના ભાગરૂપે તંત્રની વિજીલન્સ ટીમોએ સપાટો બોલાવી આણંદ શહેર, ઉમરેઠ, પેટલાદ, બોરસદ, ખંભાત -તારાપુર પંથકમાં દરોડા પાડીને કુલ 420 વીજ મોટરો ચેકીંગ કરાતા 45 વીજ ધારકોએ કુલ 30,658 યુનિટની વીજચોરી કરવામાં આવી હોવાનુ ઝડપી પાડી રૂ.6 લાખ 93 હજાર ઉપરાંત રકમનો દંડ ફટકારવામા આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લામા વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે વીજતંત્રએ ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જે મુજબ ગુરૂવારે વિજીલન્સ સહિત જુદા જુદા ડિવીઝનની કુલ 22 ટીમોએ સપાટો બોલાવી વહેલી સવારથી દરોડા પાડીને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.જેમાં ખેતી વિષયક, કોમર્શિયલ, રહેણાંક વિસ્તારમાં કુલ 420 વીજ મીટર તપાસવામા આવ્યા હતા.

આ સમયે ડાયરેક્ટ લંગર નાંખી, વીજ મીટરમાં ચેડા કરીને, ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા વીજલોડ વધારવા માટે સ્ટાટર્સમા ટેટા મુકીને વીજ ચોરી કરતા કુલ 45 વીજ ધારકોને વીજ ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.આ સમયે કુલ 45 વીજ ધારકોએ કુલ 30,658 યુનિટની વીજ ચોરી કરવામાં આવી હોવાનું તપાસમાં જણાઈ આવ્યુ હતુ. આથી વીજ અધિનિયમ મુજબ રૂ.6 લાખ 93 હજાર 256 રકમનો દંડ ફટકાર્યો છે. આમ, છતાંય દંડ ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...