આણંદ જિલ્લામાં ઘર વિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ સમાન સાબતી થઇ છે. જિલ્લામાં 4417 પરિવારને રહેવા માટે ઘર મળતાં આનંદ છવાયો છે. ઘર વિહોણા પરિવારોને રહેવા માટે ભાડે મકાન ખોરવા તેમજ કેટલાંક પરિવારોને આર્થિક પરસ્થિતી સારી ન હોવાથી ઝુંપાડા બાધીને રહેવાનો વખત આવતો હતો. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા બાંધકામસાથે શૌચાલય સહિતની સગવડ ધરાતવતા આવસો પુરા પાડવામાં આવ્યાં છે.
આણંદ જિલ્લા પંચાયત હસ્તક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા 2016 થી 2023 સુધીમાં ઘર વિહોણા પરિવારોની યાદી તૈયાર કરીને 5609 મકાનો બનાવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે 5471 આવસો મંજૂર થયા હતા. જયારે 2023 સુધીમાં 4417 આવસોના કામપૂર્ણ થતાં પરિવારોને રહેવાનું ઘર મળી ગયું છે. જેમાં સૌથી વધુ પેટલાદ તાલુકામાં 971 આવાસ અને સૌથી ઓછા સોજીત્રામાં 214 આવાસ તૈયાર કરવામાં આવ્યાં છે.
સરકારની આ યોજનાને કારણે ગરીબ પરિવારોને ઘર વસાવવાનું સ્વપ્ન સાકાર થયું હતું. જેને લઇને ગરીબ પરિવારોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘર વગર ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ઘર બનાવવા માટે ત્રણ હપ્તા સરકાર દ્વારા 1,20,000, શૌચાલય બનાવવા માટે રૂા 12000 અલગ આપવામાં આવ છે. તેમજ મનરેગા યોજના સાથે કન્વર્ઝન કરીને 90 દિવસની મંજૂરી નાંણા ચુકવામાં આવે છે . તેમજ બેંકમાં 70 હજાર સુધીની લોન ઉપલબ્ધ કરી આપવામાં આવતી હોવાથી ગરીબ પરિવારોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
6 માસમાં આવાસ પૂર્ણ કરે તો રૂા. 20 હજાર પ્રોત્સાહક રૂપે ચૂકવવામાં આવ્યા છે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને મકાન બનાવવા માટે સરકારે ફાળવેલ રકમ મંજૂર થયા બાદ માત્ર 6 માસમાં આવાસનું કામ પૂર્ણ કરે તેવા પરિવારને રૂા 20 હજાર રૂપિયા મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય પેટે ચુકવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.