ચૂંટણી વિભાગનો પ્રયોગ:શાળા કોલેજોના વાલીઓ પાસે 4.41 લાખ મતદાન સંકલ્પ પત્રો ભરાવાશે

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદની 7 વિધાનસભા બેઠક પર મતદાન વધારવા અભિયાન
  • વાલીઓએ સંકલ્પપત્ર ભરીને આગામી 18 મી નવેમ્બર સુધીમાં પરત કરવાનું રહેશે

આગામી 5 ડિસેમ્બરે આણંદ જિલ્લામાં 7 વિધાનસભા ચૂંટણીમાં મતદાન વધારવા માટે ચૂંટણી વિભાગ દ્વારા જાગૃતિ પ્રયાસ અવસર અભિયાન હેઠળ શાળાકોલેજોમાં 4.41 લાખ સંકલ્પ વિતરણ કરવાનું આયોજન કર્યું છે.ત્યારે અવસર અભિયાન હેઠળ નવતર પ્રયોગ મુજબ વિદ્યાર્થીઓ મારફતે દ્વારા વાલીઓએ સંકલ્પ પત્ર ભરવાનું રહેશે. જે આગામી 18 નવેમ્બર સુધી પરત કરવાનું રહેશે.તેમ આણંદ ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં તમામ સરકારી ,પ્રાથમિક, માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ શાળાઓ સહિત કોલેજોમાં ટુંક સમયમાં સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવશે. જો કે વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ હાથધરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓ મતદાન માટેનો સંકલ્પ કરાવી તેમાં વિગતો સાથેનો પત્રક ભરવાનું રહેશે.

આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે ના પ્રયાસો ચાલી રહ્યા છે. ચૂંટણી વિભાગે જુદી જુદી ટીમો બનાવીને મતદાન વધે અને કોઇ મતદાનથી વંચિત ન રહે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે વાલીઓના સંકલ્પ પત્ર ભરાવીને મતદાન વધારવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

અન્ય સમાચારો પણ છે...