ચૂંટણી:આણંદ જિલ્લાની 346 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોમાં 43.75% મહિલા, 38.25% બિનઅનામત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાની 346 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા રોટેશન જાહેર કરાયું

ગુજરાત રાજય ચૂંટણીપંચ દ્વારા સમગ્ર રાજયમાં આગામી ડિસેમ્બરમાં યોજાનાર અને ત્યારબાદ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચની બેઠકોનું રોટેશન જાહેર કર્યુ છે. જેમાં આણંદ જિલ્લાની 351 ગ્રામ પંચાયતોમાંથી 346 ગ્રામ પંચાયતોની સરપંચની બેઠક માટે રોટેશન આણંદ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા જાહેર કરાયું છે.

જેમાં જિલ્લામાં 43.75 ટકા બેઠકો સ્ત્રી અનામત માટે અને 38.25 ટકા બેઠકો બિન અનામત ફાળવવામાં આવી છે. જેમાં સામાજીક શૈક્ષણિક પછાત મહિલા અનામત માટે 5.50 ટકા, સામાજિક શૈક્ષણિક પછાત સામાન્ય માટે 4.50 ટકા બેઠકો ફાળવવામાં આવી છે. જયારે અન્ય 9 ટકા બેઠકો અન્ય અનુસુચિત જાતિ મહિલા અને અનુસુચિત જાતિ સામાન્ય અને આદિજાતિ માટે ફાળવવામાં આવી છે.

જિલ્લાના 351 ગામોમાંથી 346 ગામોના સરપંચની બેઠક માટેનું રોટેશન જાહેર કરાયુ છે. જેમાં 150 બેઠકો સામાન્ય મહિલા અનામત માટે, 134 બેઠકો સામાન્ય બિન અનામત બેઠકો, સામાજીક શૈક્ષણિક પછાત મહિલા માટે 19 બેઠકો, સામાજીક શૈક્ષણિક પછાત સામાન્ય માટે 17 બેઠકો, અનુસુચિત આદિજાતિ માટે 8 બેઠકો, અને અનુસુચિત જાતિ મહિલા અનામત માટે 9 અને અનુસુચિત જાતિ સામાન્ય અનામત માટે 9 બેઠકો ફાળવવામાં આવી છે.

રોટેશન જાહેર થતાં ગ્રામ્ય સ્તરે રાજકારણમાં દિવાળી પહેલા જ ગરમાવો
આણંદ જિલ્લામાં ડિસેમ્બર માસમાં 192 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ 192 ગ્રામ પંચાયતોની સાથે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સરપંચની બેઠકો માટે રોટેશન જાહેર કરાયું છે. જેમાં કેટલાંક ગામો મહિલા સરપંચ બેઠકો પુરૂષમાં ફેરવાઇ છે. કેટલીક સામાન્ય બેઠકો અનામતમાં ફેરવાઇ છે. જેના કારણે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રાજકીય પક્ષો પણ ગ્રામ પંચાયતોના રોટેશન પ્રમાણે આગામી દિવસોમાં જે ગામમાં ચૂંટણી યોજાનાર છે તે ગામના સરપંચો દાવેદાર ઉમેદવારોની શોધ આજથી આરંભી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...