રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા તેમજ નાના ખેડૂતોને પગભર કરવા માટે વિવિધ યોજના અમલમાં મુકી છે. વિવિધ ખેડૂતો યોજનાનો લાભ લેવા માટે આણંદ જિલ્લામાંથી 15800 અને ખેડા જિલ્લામાંથી 27741 મળીને કુલ 43541 અરજી મળી છે. સૌથી વધુ તાડપત્રી ખરીદી માટે આણંદ જિલ્લામાંથી 3443 અને ખેડા જિલ્લામાંથી 5704 અને ટ્રેકટર માટે આણંદમાં 1395 અને ખેડામાં 2108 અરજી મળી છે. આ અરજી અંગનો કાગળોની ખરાઇ સહિત અન્ય પ્રક્રિયા ચાલી રહી છે.
આ યોજનાની નક્કી કરાયેલી સહાય રકમ જે તે ખેડૂતનો બેંકના ખાતામાં જમા જશે સરકાર દ્વારા ખેતીવાડી યોજનાની વર્ષ 2022-23માં વિવિધ 48 યોજના હેઠલ સહાયલાભ અંગે ખેડૂતોને હિત માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું હતું , આઇ ખેડૂત પોર્ટલ પર 48 થી વધુ યોજનાની ઓનલાઇન અરજી તા 21મી ફેબ્રુઆરી થી 21 માર્ચ સુધી કરવાની હતી જેમાં ચરોતરમાં ખેડૂતો દ્વારા વિવિધ યોજનાના લાભની સહાય માટે ઓનલાઇન 43541 અરજી કરવામાં આવી છે.
જયારે સ્માર્ટ મોબાઇલ ફોનની કિંમતના 40 ટકા પ્રમાણે અને મહતમ 6 હજાર સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવશે. જેને લઇને ચરોતરમાં મોબાઇલ ફોનના લક્ષ્યાંક પ્રમાણે 1793 અરજી આવી હતી ત્યારબાદ પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી સ્વીકારવાનું બંધ થઇ ગયું હતું. જયારે અન્ય યોજનાનની સહાય માટે છેલ્લા દિવસ તા 21મી માર્ચસુધીમાં 15800થી વધુ અરજી આવી છે.સરકરા દ્વારા ટ્રેકટર માટે રૂા 45 હજારની માલવાહક વાહન માટે રૂા 50 થી 75 સુધી ,ગોડાઉન માટે રૂા 50 હજારની સહાય આપવામાં આવે છે. જયારે અન્ય યોજનામાં તેની મર્યાદમાં સહાય આપવામાં આવે છે.
સ્માર્ટ ફોન યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં 14. 26 લાખની સહાય ચૂકવાઇ
આણંદ જિલ્લા સ્માર્ટ ફોન માટે 40 ટકા સહાય ની જાહેરાત કર્યા બાદ અરજીમાં વધારો થઇ ગયો છે. જેમાં અત્યાર સુધીમાં 700 વધુ ખેડૂતોએ તેનો લાભ લીધો છે. કુલ 14.26 લાખની સહાય ચુકવવામાં આવી છે. જયારે જિલ્લામાં સૌથી વધુ તાડપત્રી યોજના માટે અરજી 35 00 જેટલી આવેલી છે.
ચરોતરમાં વિવિધ યોજના હેઠળ આવેલી અરજી | ||
યોજના | આણંદ | ખેડા |
અરજી | અરજી | |
સ્માર્ટફોન | 861 | 932 |
માલવાહકવાહન | 104 | 191 |
પંપ સેટ | 1041 | 2481 |
ટ્રેકટર | 1395 | 2108 |
તાડપત્રી | 3443 | 5704 |
ગોડાઉન | 1042 | 2835 |
અન્ય યોજના | 7000 | 16500 |
કુલ | 43541 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.