તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:આણંદ પાલિકામાં ભાજપમાંથી 41, કોંગ્રેસમાંથી 5 ફોર્મ ભરાયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટીસંખ્યામાં ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો અને ટેકદારો ઉમટી પડયા,  તેને કારણે બેંકવેટ હોલમાં માનવ મહેરામણ છવાયેલુ જોવા મળતું હતું. - Divya Bhaskar
મોટીસંખ્યામાં ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો અને ટેકદારો ઉમટી પડયા, તેને કારણે બેંકવેટ હોલમાં માનવ મહેરામણ છવાયેલુ જોવા મળતું હતું.
  • જિ.પંચાયતમાં 81 અને તા.પંચાયતમાં 336 ઉમેદવારી પત્રો ભરાયા
  • આણંદ જિલ્લાની 7 નગરપાિલકામાં 336 ઉમેદવારી પત્રો ભરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 6 પાલિકા અેક પાલિકાની પેટા ચુંટણી ઉપરાંત જિલ્લા પંચાત અને 8 તાલુકા પંચાયતની 450 બેઠકો માટે ચોથા દિવસે 484 ઉમેદવારી પત્રક ભરાયા છે. જેમાં આઠેય તાલુકા પંચાયતમાં 310 ઉમેદવારી પત્રક ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં 81 ઉમેદવારી પત્ર ભરાયા છે.આણંદ નગરપાલિકામાં 73 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાંથી ભાજપના 41 , કોગ્રેસના 5 અને અન્ય 27 ઉમેદવારી પત્રો ભરાયા છે.

આણંદ બેંકવેટ હોલ ખાતે આજે વહેલી સવારથી ઉમેદવારી પત્રક ભરવા માટે ઉમેદવારો,ટેકેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. જેના કારણે બેન્કેવટ હોલમાં દિવસ દરમિયાન રાજકીય માહોલજોવા મળ્યોહતો. જયારે ઉમરેઠ પાલિકામાં 38,બોરસદમાં 79, પેટલાદમાં 50, સોજીત્રામાં 43 અને ખંભાત પાલિકામાં 52 ઉમેદવારી પત્રો મળી 6 નગરપાલિકામાં 334 ઉમેદવાર પત્રો ભરાયા છે.

જિલ્લા પંચયાતમાં 74 ઉમેદવારી પત્રો ભરાયા
આણંદ જિલ્લા પંચાયતની 42 બેઠકો પર ભાજપમાંથી 25 ઉમેદવારી પત્રો ભરાયા છે.જયારે કોંગ્રેસ યાદી જાહેર કરીને હોવા છતાં 41 ઉમેદવારી પત્રો ભરાયા છે. તેમજ અન્ય પક્ષો અને અપક્ષના 9 ઉમેદવારી પત્રો ભરાયા છે.

8 તાલુકા પંચાયતમાં 336 ફોર્મ ભરાયા
આણંદ જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંની 186 બેઠકો શુક્રવારે 334 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં આણંદ તાલુકામાં 36, આંકલાવમાં 37, બોરસદમાં 86, પેટલાદમાં 43, તારાપુરમાં 30, ઉમરેઠમાં 38, સોજીત્રામાં 36 અને ખંભાતમાં 28 મળીને કુલ 334 ઉમેદવારી પત્રો ભરાયા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો