તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો હાહાકાર:માર્ચ,એપ્રિલ,મે કાળમુખો, 2020 કરતાં 2021માં મૃત્યુદરમાં 400%નો વધારો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદની 11 પાલિકાએ 2021માં 2016 મરણના દાખલા આપ્યાં
  • આણંદ જિલ્લામાં 177 કેસ, 68ને રજા અપાઈ, જિલ્લામાં કુલ 1341 એક્ટિવ કેસ

આણંદ જિલ્લાની 11 નગર પાલિકામાં 2020ના માર્ચ, એપ્રીલ અને મે મહિનામાં 503 મરણના દાખલા ઇસ્યુ કરવામા઼ આવ્યા હતાં. જેની સામે 2021ના આ જ સમયગાળા દરમિયાન 2016 મરણના દાખલા ઇસ્યુ કરવા આવ્યા હતાં. જે ગતવર્ષની સરખામણીમાં 400 ટકા વધુ છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન કોરનાના પીક સમયના કારણે મૃત્યુનો દર વધતાં 2020ની સરખામણીમાં 2021ના 3 મહિનામાં મોતનો આકડો 400 ટકા વધી ગયો હતો.આણંદની 11 નગર પાલિકામાં 2020માં માર્ચ મહિનામાં 162 અને 2021માં 486 મરણના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતાં.

જયારે 2020ના એપ્રીલ મહિનામા 178 અને 2021ના એપ્રીલ મહિનામાં 1338ને મરણના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. તેમજ 2020ના મે મહિનામાં 163 અને 2021ના મે મહિનાના પ્રથમ દશ દિવસમાં જ 202 મરણના દાખલા આપવામાં આવ્યા હતાં. જોકે કોરોનાના પીક સમયના કારણે 2021માં મૃત્યુદરમાં વધારો નો઼ધાયો છે.

આણંદ પાલિકાઅે સૌથી વધુ મૃત્યુના દાખલા આપ્યા
આણંદ નગરપાલિકા દ્વારા માર્ચ માસમાં 156 લોકોના મૃત્યુપ્રમાણ પત્ર અને એપ્રિલ માસમાં 486 લોકોના મૃત્યુપ્રમાણ પત્રની નકલો એનયાત કરવામાં આવી છે.જયારે મે માસમાં કૈલાસભૂમિ 11 દિવસમાં 32 લોકોના અંતિમ વિધિ કરવામાં આવી છે. પેટલાદ નગરપાલિકા દ્વારા 235 લોકોને મૃત્યુના અને બોરસદ શહેરમાં 116 લોકોને મૃત્યુના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

પાલિકા દ્વારા ઈસ્યુ કરાયેલ મરણના દાખલા

પાલિકામાર્ચએપ્રિલમે
સોજીત્રા3162
આંકલાવ272818
બોરસદ6311615
કરમસદ388030
વિદ્યાનગર5214015
પેટલાદ9123536
આણંદ15648636
ઉમરેઠ14458
ખંભાત3316935
ઓડ5233
બોરીઆવી502
કુલ4861338202

​​​​​​ચરોતરમાં 2021 સૌથી વધુ મૃત્યુદર

ખેડા -આણંદ જિલ્લાના શહેરી વિસ્તારો પર નજર કરી તો છેલ્લા 5 વર્ષમાં માર્ચ,એપ્રિલ અને મે માસમાં સરેરાશ 550 આસપાસ થતાં હતા. કોરોના મહામારીના પગલે 2021માં મૃત્યુદરમાં ચાર ગણો વધારો થયો છે. જેમાં કુદરતી, અન્ય બિમારી કે માર્ગ અકસ્માત સહિત શંકાસ્પદ બિમારીમાં મૃત્યુદરમાં વધારો થયો છે. બંને જિલ્લામાં થઇને 3500 વધુ મૃત્યુ થયા છે. જેમાં 60 ટકા લોકો શંકાસ્પદ બિમારીમાં મૃત્યુ પામ્યા છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં વીતેલા 24 કલાકમાં કોરોનાના વધુ 177 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈને જિલ્લાનું કોરોના મીટર 7184 પર પોહોંચી જવા પામ્યો છે. કોરોના કેસોમાં છેલ્લા 2 દિવસથી સામાન્ય ઘટાડો થતાં સૌ કોઈઅે હાશકારો અનુભવ્યો હતો. આણંદ શહેર સહિત જિલ્લામાં મે માસ પ્રારંભથી કોરોનાનું સંક્રમણ રોકેટની ગતિએથી વધી રહ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસો આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણમાં સામાન્ય ઘટાડો નોધાયો છે.

આમ આણંદમાં રાજ્ય સરકાર અને વહીવટી દ્વારા રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂક્યા બાદ લાંબા સમયે તેનું પોઝીટીવ પરિણામ કોરોના કેસોના ઘટાડાના સ્વરૂપે મળ્યુ છે.આમ ગુરુવારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં કુલ 177 પોઝિટીવ કેસ નોધાય છે. જેની સાથે જિલ્લાનો કુલ આંક 7184 પહોંચ્યો છે. જે પૈકી 5810 દર્દીઆેને રજા આપી દેવાઈ છે. જ્યારે જિલ્લામાં હાલ 1341 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...