આયોજન:આણંદના 10 બાગ-બગીચામાં 40 લાખના ખર્ચે 40 વોચમેન ગોઠવાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકાની સામાન્ય સભા 29 ઓક્ટોબરે યોજાશે

કોરોના મહામારીના દોઢ વર્ષના સમયગાળા બાદ આણંદ પાલિકાની સામાન્ય સભા ટાઉન હોલને બદલે આગામી 29મી ઓકટોબરે પાલિકા ભવનના સભાખંડમાં યોજાશે. જેમાં 115 એજન્ડાના કામો મંજૂરી માટે મુકાશે. સામાન્ય સભામાં શહેરમાં આવેલા 10 બાગબગીચાની દેખરેખ માટે 30 વોચમેન ગોઠવીને રૂા 40 લાખનો ખર્ચ કરવામાં આવશે.

નવરાત્રી દરમિયાન દર વર્ષે ગરબા સ્પર્ધા યોજાતી હોય છે. તેના બદલે નિર્ણય બદલી 9 દિવસ ગરબાનું આયોજન કરીને ગાયકવૃંદ, ડેકોરેશન, ફોટાગ્રાફી સહિત અન્ય કામગીરી માટે રૂપિયા 9 લાખનો ખર્ચો ફાળવ્યો હતો. આણંજદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, દિવાળી પહેલા ચોમાસામાં ધોવાઇ ગયેલા તમામ માર્ગોનું સમારકામ હાથ ધરાશે. એજન્ડામાં મુકવામાં આવેલા કામ મુજબ આણંદ પાલિકા એ ગ્રેડમાં હોવાથી નોર્મ્સ મુજબ કતલખાનું હોવું જરૂરી છે. જે મુજબ ટીપી સ્કીમ 3માં પ્લોટ નંબર 128માં કતલખાનનું બનાવવાનું આયોજન કરાશે.

ફલાય ઓવરનું નામ મહારાણા પ્રતાપ રાખવા માંગ
બોરસદ ચોકડી દાંડી વિભાગ દ્વારા ફલાયઓવર બ઼ીજ બનાવવામા આવી રહ્યો છે.ત્યારે વ્યાયામ શાળા તરફ જતા રોડના જંકશન ઉપર ક્ષત્રિય સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવા અને ફલાયઓવરનુ નામકરણ મહારાણા પ્રતાપ રાખવા રજુઆત કરી માંગણી કરવામા આવી હતી.જેનો રિપોર્ટ બોર્ડ મિટીંગના એજન્ડામા મંજુરી માટે મુકાશે.

અન્ય સમાચારો પણ છે...