ઉનાળાની ગરમીએ દિન પ્રતિદિન આખરી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આણંદ જિલ્લામાં પીવાના પાણીનો કકડાટ શરૂ થઇ ગયો છે. જો કે તંત્ર દ્વારા આગોતરૂ આયોજનના ભાગરૂપે તંત્રએ નગરજનોને પીવાનું પાણી મળી રહે તે માટે હેન્ડપંપની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. પરંતુ કાળઝાળ ગરમીમા હેન્ડપંપ બગડી ગયા હોવાની એપ્રિલમાં 40 ફરિયાદો રહીશોએ નોંધાવી હતી. આથી તંત્રની ટીમોએ હરકતમાં આવી જઈ તાત્કાલિક ધોરણે બગડી ગયેલા હેન્ડપંપ શરૂ કરી દેવાતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
આણંદ જિલ્લામાં 3500 વધુ હેન્ડ પંપ છેલ્લા એક દાયકમાં મુકવામાં આવ્યા હતા. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે કેટલાંક વિસ્તારમાં બગડી ગયેલા હેન્ડપંપ રીપેરીંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામા હતી.જે દરમિયાન માર્ચ માસ સુધીમાં 80 વધુ ફરિયાદો તંત્રને મળી હતી. જે તમામ હેન્ડપંપ રીપેર કરવમાં આવ્યા છે. જયારે એપ્રિલ માસમાં 40 જેટલી ફરિયાદો જિલ્લામાંથી મળી હતી. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક હેન્ડપંપ રીપેરીંગ કરીને પુનઃકાર્યરત કરવામાં આવ્યા હોવાનુ પાણી પુરવઠા વિભાગના સુત્રોએ જણાવ્યંુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.