તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન:આણંદની બોરસદ ચોકડી માર્ગ પર 40 દિવસનો પ્રતિબંધ

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવીન બ્રીજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું

આણંદની બોરસદ ચોકડી ખાતે આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.64 (દાંડીમાર્ગ) પર ઓવરબ્રીજના નિમાર્ણનું કાર્ય ચાલી રહ્યું છે. જેથી આણંદ જિલ્લા અધિક કલેકટર પી.સી.ઠાકારે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ હેઠળ 10મી જુનથી 40 દિવસ માટે આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવાનો હુકમ કર્યો છે.

જે અંતર્ગત ગણેશ ચોકડીથી સોજીત્રા તરફ જતા ડાબી બાજુએ આવેલ NDDB જવાના રોડથી વેટરનરી કોલેજ પાસેથી નીકળીને ચોકડી થઈને બોરસદ તરફ જતા રસ્તા પર થઈને સેન્ટ્રલ વેર હાઉસની સામે બાજુએ જતા રસ્તેથી પસાર થઈને ઉમાભવન થઈને સોજીત્રા/તારાપુર તરફ જઈ શકશે. જ્યારે વડોદરા તરફથી આવતા વાહનો ગણેશ ચોકડી થઈને આણંદ શહેરમાં પ્રવેશ કરી શકાશે. તેમજ સોજીત્રા-તારાપુર તરફથી આવતા વાહનો રેલ્વે ફાટક નં.4 (અમીન ઓટો) તરફથી આણંદ શહેરમાં પ્રવેશ કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે. ઉલ્લેખનીય છે કે, બોરસદ ચોકડી તંત્ર દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવતો હોય ડાયવરજન આપવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...