નિર્ણય:નવસારી વડાપ્રધાનના કાર્યક્રમમાં આણંદ ડેપોમાંથી 40 બસો જશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 60 બસોથી 400થી વધુ રૂટોનું સંચાલન કરાશે

દેશના વડા પ્રધાનના નવસારી ખાતે યોજાનાર કાર્યક્રમમાં વલાસડ, નવસારી, સુરત, તાપી જિલ્લામાંથી લોકોને બસ મારફતે કાર્યક્રમ સ્થળે લઇ જવા માટે એસટી વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાંથી બસોની માંગ કરવામાં આવી છે.જેના ભાગરૂપે આણંદ ડેપોમાંથી 40 જેટલી એસ.ટી બસો આજે સવારે રવાના કરાશે.

નવસારી ખાતે 10મી મેના રોજ વડાપ્રધાન કાર્યક્રમ અંતર્ગત તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વલાસાડ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં લોકોને બસ મારફતે કાર્યક્રમ સ્થળે લઇ જવા એસટી વિભાગની બસોની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમ દરમિયાન એકસપ્રેસ રૂટ કેન્સલ ના થાય તેમજ આગોતરૂ આયોજન કરવા મુસાફરોને અગવડના પડે તે માટે ગેરહાજરી પર અંકુશ મેળવીને મહતમ ફરજોનું સંચાલન હાથ ધરીને લોકરૂટોનું સંચાલન હાથ ધરવા એસટી વિભાગે રાજયના તમામ ડેપો ખાતે આદેશ કરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે આણંદ એસટી ડેપો દ્વારા ગુરૂવારે વહેલી સવારે ધરમપુર, નવસારી ખાતે 40 એસટી બસો મોકલવામાં આવશે.આણંદ એસ.ટી ડેપોમાં 60 જેટલી બસોથી 400થી વધુ રૂટોનું સંચાલન કરવામાં આવનાર હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...