ધરપકડ:ખોટુ સોંગદનામુ કરીને જમીન પચાવી પાડનારને 4 વર્ષની કેદ

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખંભાત તાલુકાના વાસણામાં મૃતકને જીવીત બતાવ્યો હતો

ખંભાત તાલુકાના વાસણા ગામના ચોરાવાળા ફળિયામાં રમેશભાઈ જેઠાભાઈ પટેલ રહે છે. તેમણે વર્ષ 2006માં મૃત્યુ પામેલા સોમાભાઈ રણછોડભાઈ પટેલની સહી કરી પોતે સોમાભાઈ રણછોડભાઈ પટેલ છે તેવું સોગંદનામુ તૈયાર કરી તેમાં પોતાનો ફોટો ચોંટાડ્યો હતો. વધુમાં 17મી જુલાઈ, 2015ના રોજ પરિમલભાઈ શંકરભાઈ પટેલ નોટરી રૂબરૂ સોગંદનામું કરાવ્યું હતું. ત્યારબાદ પેટલાદ નગરપાલિકામાં તે રજૂ કરી તેમના જન્મનો દાખલો મેળવી તેમની જમીન પચાવી પાડવાનો કારસો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે મંજુલાબેન પટેલ અભણ હોવા છતાં સોગંદનામામાં તેમની સહી કરાવી હતી. તેને આધારે તેમણે પેટલાદ પાલિકામાંથી સોમાભાઈનો જન્મનો દાખલો મેળવી સર્વે નંબર 362વાળી જમીન પોતાના નામે કરાવવા ખંભાતની મામલતદાર કચેરીમાં રજૂ કર્યો હતો. વર્ષ 2016માં મૃત્યુ પામનારા સોમાભાઈ પટેલના દીકરા સંજયને આ ઘટનાની જાણ થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં રમેશ પટેલ વિરૂદ્ધ બનાવટી દસ્તાવેજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં કોર્ટે આરોપીને 4 વર્ષની જેલ અને 25 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...