આણંદ શહેરના જીટોડિયા રોડ આકૃતિ નગર પાસે લેડીઝ એન્ડ જેન્સ બ્યૂટી પાર્લર ચલાવતા અને નાપાડ ગામે એક દંપતીને તેમના ભાણીયા સહિત ચાર વ્યકિતઓ ભેગા મળીને બ્યુટી પાર્લરનો સામન નહીં આપવા બાબતેની રીસ રાખીને લાકડીઓ વડે માર મારીને ઇજા પહોંચાડી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આણંદ રૂરલ પોલીસે મથકે ફરિયાદ નોંધાઇ છે.જયારે સામ પક્ષે આપવામાં આવેલા ફરિયાદમાં બ્યુટી પાર્લર પર્સનલ ઓડર લેવા બાબતે ઝગડો કરીને મારમાર્યા હોવાનું જણવતા પોલીસે સામસામી ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.
આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામે દવે ફળિયામાં રહેતા રેખાબેન પ્રિતેશકુમાર વાળંદની આણંદ જીટોડિયા રોડ પર આકૃતિ નગર પાસે લેડીઝ એન્ડ જેન્સ બ્યુટી પાર્લર નામની દુકાન આવેલ છે. શનિવારે સવારે 9.30 કલાકે રેખાબેને પોતાના ઘરે દુકાને જવા માટે તૈયાર થઇ રહ્યાં હતાં. ત્યારે તેઓનો ભાણિયો પાર્થ પરેશભાઇ પારેખ, પરેશભાઇ રમણભાઇ પારેખ, રાજુભાઇ પારેખ, કંચનબેન પારેખ ભેગા મળીને તેમના ઘરે આવ્યા હતા.. અને રેખાબેનના પતિને ગાળો બોલી કહેતા હતા કે, તારી દુકાન સરસામાન છે.
તે અમારે જોઈએ છે. જેથી દુકાનનો સામાન આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ લાકડીથી ઇજાઓ કરી માર મારીને ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે રેખાબેન પ્રિતેશકુમાર રમણભાઈ વાળંદની ફરીયાદ લઈ આણંદ રૂરલ પોલીસે પાર્થભાઈ પરેશભાઈ પારેખ(વાળંદ) સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે ભાવનાબેન પરેશભાઈ રમેશભાઈ પારેખ (રહે. ચાવડાપુરા આકૃતિ નગર અંસ એન્કલેવ એપાર્ટમેન્ટ)એ આણંદ શહેર પોલીસ મથકમાં પ્રિતેશભાઈ ઉર્ફે પીન્ટુ રમણભાઈ વાળંદ (રહે. નાપાડ તળપદ દૂધની ડેરી સામે) વિરૂધ્ધ સલુનના પર્સલનલ ઓર્ડર નહીં લેવાના તેમ કહી ગાળો બોલી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી પાર્લરમાંથી બ્રશ લઇ આવી કપાળમાં મારી તેમજ જશોદાબેન અને કીર્તિરાજ ચૌહાણને પણ ગડદપાટુનો માર મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આણંદ રૂરલ અને આણંદ શહેર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.