કાર્યવાહી:મારામારીના કેસમાં બોરસદના ચુવા ગામના 4ને બે વર્ષની કેદ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામને બે-બે હજારનો દંડ પણ ફટકાર્યો

સાત વર્ષ અગાઉ બોરસદ તાલુકાના ચુવા ગામે થયેલી મારામારીની ઘટનામાં ચાર વ્યક્તિઓને બોરસદ કોર્ટે તકશીરવાર ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂપિયા બે-બે હજારનો દંડ ફટકાર્યો છે. બોરસદ તાલુકાના ચુવા ગામે રહેતા અમરસિંહભાઈ સહિત ગ્રામજનો વર્ષ 2015ના જાન્યુઆરીની 15મીએ ગામના તળાવે ગયા હતા.

ત્યારે તમે અહીં કેમ આવ્યા તેમ કહી વિજય રમેશ રાઠોડ અને તેના ભાઈ સુનિલે અમરસિંહ ભાઈને માર માર્યો હતો. ત્યારબાદ સુનિલે લાકડાનો દંડો લઈ તેમની સાથે આવેલા બચુભાઈના જમણા કાંડે મારતાં તેમને ફેકચર થઈ ગયું હતું.

આ સિવાય, તેમનું ઉપરાણું લઈને મહેશ ઉર્ફે મહેન્દ્ર સોમાભાઈ રાઠોડ તથા ગલાબ ઉર્ફે શંભુ વિનુ રાઠોડે મારામારી કરી હતી. જે અંગે બોરસદમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ બોરસદ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ જી.કે. સોનારા દલીલો અને પુરાવા રજુ કરતા તે કોર્ટે ગ્રાહ્ય રાખીને ચારેય શખસને સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...