કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ : 27 એક્ટીવ દર્દીઓ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ જિલ્લામાં બુધવારે કોરોનાના 4 કેસ નોંધાયા છે.તેની સામે ચાર દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે નવા કેસોમાં ત્રણને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.જેમાં એક દર્દી ઓક્સિજન પર છે. બેની હાલત સ્થિર છે. જિલ્લામાં 24 દર્દીઓ હોમઆસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે.

બે દર્દીઓ કરસમદ હોસ્પિટલ અને એક દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. આણંદ તાલુકામાં 3 કેસ નોંધાયા છે. જયારે 15 દિવસ બાદ ઉમરેઠમાં કોરોના 1 નવો કેસ નોંધાયા છે. જયારે અન્ય તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘેર ઘેર સર્વે કરીને શંકાસ્પદ દર્દીઓના આરટીપીસી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...