તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • 4 More Cases Of Corona In Anand: Total Number 2556, Number Of Infected In The District At 25, 1.75 Lakh Samples Taken In The District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદમાં કોરોનાના વધુ 4 કેસ : કુલ આંક 2556, જિલ્લામાં સંક્રમિતનો આંક 25 પર, જિલ્લામાં 1.75 લાખ સેમ્પલ લેવાયા

આણંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા હવે સિંગલ ડિઝીટમાં આવી ગયો છે. આ ઉપરાંત હાલ જિલ્લામાં સંક્રમિત દર્દીઓનો આંક ઘટીને 25 પોહોચી જવા પામ્યો છે.આમ ગુરૂવારે આણંદ શહેર સહિત જિલ્લામાં 4નવા દર્દીઆે નોધાતાં જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 2556 પર પહોંચ્યો છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આણંદના હાડગુડમાં રહેતાં 65 વર્ષીય વૃદ્વા, નાપાડ-વાંટાં ગામે રહેતાં 51 વર્ષીય મહિલા તેમજ ચાવડા પુરામાં રહેતાં 8 વર્ષીય કિશોર ઉપરાંત કરમસદ ગામે રહેતાં 34 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામની સારવાર હાથ ધરવામાં આવી છે.હાલમાં જિલ્લામાં કુલ 25 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 9 દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 1 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો