તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અહિમા પાસે ઓવરટેક કરતા કાર ઝાડ સાથે ટકરાતા 4 ઘાયલ

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રોડ પરના કુતરાને બચાવવા જતાં કારને અકસ્માત સર્જાયો

અહિમાથી શીલી તરફ જઈ રહેલા એક કાર ટ્રકને ઓવરટેક કરતી હતી. ત્યારે સામે કુતરું આવી જતા ચાલકે બ્રેક મારી હતી. જેના કારણે કાર રોડની સાઈડમાં ગટરમાં ઉતરી ગઈ હતી.જેથી અંદર બેઠેલા ચાર વ્યક્તિઓને વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી.

આંકલાવના ભેટાસી વાંટામાં રહેતા કીરીટસિંહ સોલંકી પોતાના મિત્ર મનદીપસિંહના સાળાના લગ્નમાં જવા નીકળ્યા હતા. આ બંનેની સાથે નરેન્દ્રસિંહ રાજ પણ હતા. તેઓ કીરીટસિંહની ગાડી લઈની નીકળ્યા હતા અને શીલી નજીકના અહીમા ગામના જાેખાઈપુરામાં ગયા હતા. જ્યાં લગ્ન પુર્ણ થયા બાદ રવિવારે બપોરે તેઓ અહીમાથી શીલી તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમની આગળ એક ટ્રક જતી હતો. જેથી મનદીપસિંહે તેને ઓવરટેક કરી હતી.આ દરમિયાન સામેથી કુતરું રોડ ઉપર આવ્યું હતું.જેથી મનદીપસિંહે બ્રેક મારી હતી. જેના કારણે ગાડી ખેંચાઈને રોડની સાઈડમાં ઝાડ સાથે જઈ તકરાઈ હતી. જેના કારણે અંદર બેઠેલા ચારેને ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ આસ-પાસના લોકોને તેઓ તુંરત સ્થળે પોહોંચી જઈ ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી વધુ સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો