તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેરડા પાસેથી 6.72 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા, પોલીસ 17.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

આણંદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ તાલુકાના વ્હેરાખાડી-ખેરડા પાસેથી ખંભોળજ પોલીસે રૂપિયા 6.72 લાખના વિદેશી દારૂ સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા. ખંભોળજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, વ્હેરાખાડી ખેરડા રોડ પર આવેલા કોતર વિસ્તારમાં વિજયભાઈ બારોટના ફાર્મહાઉસ નજીક એક ટ્રકમાં દોરાના બંડલોની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી તેનું કટીંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં આ સ્થળે કેટલાક શખ્સો ભેગા મળી દારૂનું કટિંગ કરી રહ્યા છે. જેને પગલે ખંભોળજ પોલીસની ટીમે શુક્રવારે સવારે છ વાગ્યે સ્થળે દરોડો પાડ્યો હતો.

જોકે, પોલીસની એન્ટ્રી પડતાં જ દોડધામ મચી ગઈ હતી. પોલીસે ટ્રક, એક કાર, બાઈક સહિત ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા. તેમના નામ-ઠામની પૂછપરછ કરતાં હમીદ ઈસ્માઈલ, અકીલ સિરાઝ વ્હોરા, વરૂણ શશીકાંત (ત્રણે રહે. આણંદ) અને મેહુલ જગદીશ (રહે. થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પર ઉભેલી ટ્રકની અંદર તપાસ કરતાં દોરાના બંડલો જોવા મળ્યા હતા. તે હટાવતા તેની પાછળ રૂપિયા 6.72 લાખની કિંમતનો વિદેશી દારૂની 145 નંગ પેટી મળી આવી હતી. પોલીસે આ મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો