અબોલ જીવની મુક્તિ:આંકલાવમાં કતલખાને જતાં 4 પશુને બચાવી લેવાયાં, પોલીસે વાહન સહિત 4.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આંકલાવ પોલીસે નવાખલ ચોકડી પાસે રોકેલી ગાડીમાંથી કતલખાને જતા ત્રણ પશુને બચાવી લીધાં હતાં. આ અંગે ગાડીમાં સવાર બે શખસને અટકી કુલ 4.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આંકલાવ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે ડાલુ ગાડી નં.જીજે 6 બીટી 8608માં પશુ ભરી કતલખાને લઇ જઇ રહ્યા છે. ડાલામાં પાછળના ભાગે પાટીયું માર્યું હતું તથા કાળા કલરનું તાડપત્રી મારેલી છે. આ બાતમી આધારે પોલીસે નવાખલ ચોકડી પર વાહન ચેકીંગ કર્યું હતું. જેમાં બાતમી વાળી ડાલુ આવતા તેને રોકી તલાસી લીધી હતી. જેમાં 4 પશુને દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમને દોરડાથી ગળાના ભાગે ટુંપો આવે તે રીતે બાંધેલા હતાં. હવા ઉજાસ પણ નહતાં. આ પશુને કતલખાને લઇ જતા હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આથી, ચાલકની અટક કરી પુછપરછ કરતાં તે સહેજાદઅલી અબ્બાસ રાઠોડ (રહે.ભોજ, પાદરા) હોવાનું જણાવ્યું હતું. તેને સુરેલી ગામના સકીલ રસુલ અલ્બીએ પશુ ભરી કતલખાને લઇ જતા હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે સહેજાદઅલી અબ્બાસ રાઠોડ અને સકીલ રસુલ અલ્બી સામે ગુનો નોંધી વાહન, પશુ સહિત કુલ રૂ.4,31,290નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...