તપાસ:રામોદડી બાળક મૃત્યુ કેસમાં માતા પિતા સહિત 3ના 22મીએ નાર્કોટેસ્ટ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટમાં ગુમ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો

પેટલાદ તાલુકાના રામોદડીમાં ગત 11મી ઓગસ્ટે માતા-પિતાની કુખમાં સુઈ રહેલું બાળક અચાનક ગુમ થયા બાદ તેનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. સમગ્ર બનાવમાં પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી શકી નહોતી. પરંતુ સમગ્ર બનાવને લઈને પરિવાર જ શંકાના ઘેરામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ બાદ શકમંદ એવા મૃતકના માતા-પિતા અને તેના દાદાના નાર્કો ટેસ્ટ કરવાની તૈયારી કરાઈ હતી. જેમાં હવે આગામી 22મી નવેમ્બરના રોજ તેમને ગાંધીનગર ખાતે લઈ જઈને તેમના નાર્કોટેસ્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે, પેટલાદ તાલુકાના રામોદડી સ્થિત ટેમલી સીમ વિસ્તારમાં રહેતા મહેશભાઈ તખાભાઈ સોલંકી અને દિપીકાનો દસ મહિનાનો પુત્ર મહીપાલનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. 11મી નવેમ્બરના રોજ તે માતા-પિતાની કુખમાં સુતો હતો અને સવારના સમયે અચાનક ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા અવાર-નવાર પૂછપરછ છતાં પણ શકમંદ પતિ મહેશ, પત્ની દિપીકા, અને મૃતકના દાદા તખાભાઈ ટસના મસ ન થતાં પોલીસ દ્વારા નાર્કોટેસ્ટની તૈયારી આરંભી હતી. આ માટેની મંજૂરી મળ્યા બાદ આખરે તારીખ ફાળવાતા આગામી 22મી નવેમ્બરના રોજ એફએસએલ ગાંધીનગર ખાતે ટેસ્ટ માટે લઈ જવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...