તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:આણંદ જિલ્લામાં કોરોનાના કહેરમાં 39 બાળકો અનાથ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં. કચેરી ખાતે ત્રીજી લહેર સામે સાવચેતીની ચર્ચા

આણંદ જિલ્લા પંચાયત ખાતે ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ પી.બી.ઠાકરના અધ્યક્ષ સ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણ સામે સુરક્ષા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં થનારા સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી ગ્રામ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સ બનાવી મારા ગામનું બાળક કોરોના મુકત બાળક સૂત્ર અપનાવી સાવચેતી રાખવા જણાવાયું હતું. કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સરકારી યોજનાઓના લાભ મળતા થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો.

તેમજ ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાની તમામ સમિતિઓને નાગરિકોમાં જાગૃતિ લાવવાનું કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકરે જણાવ્યું હતું કે, તાજેતરમા જ આણંદ જિલ્લામાં કોરોનામાં અનાથ થયેલ 39 બાળકોની મુખ્ય મંત્રી બાળ સેવા યોજના અંતર્ગત અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ તમામ બાળકોને માસિક રૂા.4000ની સહાય જુલાઈ માસથી મળી રહેશે. આગામી દિવસોમાં સર્વેની કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...