ચરોતરમાં છેલ્લા15 દિવસથી અગ્નવર્ષા વર્ષી રહી છે.જેના કારણે માનવ સહિત પશુપક્ષીઓ તોબાપોકારી ગયા છે. ગરમી અસર બજારો પર વર્તાઇ રહ્ી છે. અસહ્ય ગરમીના કારણે વિવિધ બિમારીઓની સંખ્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.જેમાં માથાના દુઃખાવો, પેટનો દુઃખાવો ,ઝાળા ઉલ્ટી, તાવ આવવો ,ચક્કર આવવા જેવા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આગઓકતી ગરમીને કારણે કેટલાંક લોકો રસ્તામાં બેભાન થઇને પડવાના બનાવો વધી ગયા હતા. માત્ર માનવી જ નહીં આકાશમાં ગગન વિહાર કરતાં પક્ષી ગરમીમાં સેલાઇન બેભાન થઇને નીચે પડતાં જોવા મળ્યા હતા.
અસહ્ય ગરમીને કારણે 40 દિવસમાં 126 લોકો બેભાન થઇ ગયા હતા.જેના કારણે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઇ રહ્યાં છે. એપ્રિલ માસથી આણંદ પંથકમાં ગરમીનો પ્રકોપ વધી જવાથી એપ્રિલ 215 અને 15 મે 168 દર્દીઓ 108ની મદદ લીધી છે.બપોર સમય પારો 44 ડિગ્રી આસપાસ રહેતા સીંગ માળના મકાનો તપી જતાં લોકો જુદી જુદી બિમારીઓ ભોગ બનતા હતા. જેમાં ખાસ કરીને બીપી , હાર્ટએટક ધરવતા લોકો હેરાનપરેશાન થઇ ગયા હતા. તેમજ માથાનો ,પેટનો દુઃખાવો,ચક્કર આવા જેવા દર્દીઓના કોલ મળતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર આપતાં હતા. જયારે ગંભીર અસર ધરાવતા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સારવાર આપેલ દર્દીની સંખ્યા | ||
બિમારી | એપ્રિલ | મે |
પેટનો દુઃખાવો | 64 | 61 |
ઝાળા ઉલ્ટી | 47 | 36 |
તાવ | 23 | 21 |
માથાનો દુઃખાવો | 1 | 4 |
બેભાન | 80 | 46 |
આણંદ જિલ્લામાં 17 જેટલી108 એમ્બ્યુલન્સ કાર્યરત
આણંદ જિલ્લામાં 17 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં આણંદ અને વિદ્યાનગર ચાર 108 મુકવામાં આવી છે .જયારે દરેક તાલુકા મથકે તેમજ જિલ્લાની મુખ્યચોકડી પર 108 મુકવામાં આવી છે.જેથી અકસ્માત ધવાયેલા કે બિમાર પડેલ વ્યકિતને નજીક હોસ્પિટલમાં લઇ જવા માટે તુરત પહોંચી શકાય તેવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે.હાલમાં ઉનાળાની ગરમીમાં લોકો બિમારીનો ભોગ વધુ બની રહ્યાં છે. ત્યારે બે માસમાં 383 લોકોને હોસ્પિટલમાં મોકલી આપયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.