કર્મચારીઓ ખુશખુશાલ:આણંદ જિલ્લા પંચાયતના વિવિધ સંવર્ગોના 37 કર્મચારીને બઢતી અપાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુનિયર કલાર્ક, હિસાબનીશ, આંકડા મદદનીશ તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીનો સમાવેશ કરાયો

આણંદ જિલ્લા પંચાયતમાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતા 37 જેટલા કર્મચારીને બઢતી આપવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

આણંદ જિલ્લા પંચાયતમાં કર્મચારીઓને બઢતી આપવા માટેની ખાતાકીય બઢતી સમિતિની બેઠક મળતી હોય છે. જેના ભાગરૂપે આણંદની જિલ્લા પંચાયતમાં વિવિધ સંવર્ગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી આપવા માટેની ખાતાકીય બઢતી સમિતિની બેઠક જિલ્લાન વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વિવિધ સંવર્ગોના કર્મચારીઓને બઢતી આપવા માટેની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દઓ બાપનાએ હકારાત્મક અભિગમ અપનાવીને વિવિધ સંવર્ગોમાં ફરજ બજાવતાં 37 કર્મચારીઓને બઢતી આપવા અંગેનો કર્મચારીઓ માટે હિતકારી નિર્ણય લઇ આ કર્મચારીઓનો બઢતી માટેનો માર્ગ મોકળો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના અધ્યક્ષ સ્થાને મળેલી ખાતાકિય બઢતી સમિતિની બેઠકમાં લેવામાં આવેલી બઢતી અંગેના નિર્ણયની મંજુરી અર્થે ગાંધીનગર પંચાયત સેવા પસંદગી મંડળને મોકલી આપવામાં આવી છે. જે મંજુરી મળ્યા બાદ બઢતી અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બઢતીના નિર્ણયમાં જુનિયર કલાર્ક (વહીવટી)ને સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક (હિસાબી)ને સિનિયર એકાઉન્ટન્ટ, સિનિયર કલાર્કને સંવર્ગમાંથી નાયબ ચિટનીસ સંવર્ગ, આંકડા મદદનીશ સંવર્ગમાં સંશોધન મદદનીશ સંવર્ગ, તલાટી કમ મંત્રીને વિસ્તર અધિકારી (પંચાયત), ગ્રામ સેવકને વિસ્તરણ અધિકારી, આંકડા મદદનીશ સહિતની બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...