જાહેરાત:367 ઉપરાંત મિલ્કતધારકોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુકિત

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા ધરો, જીમનેશિયમને ફાયદો

કોરોના મહામારીના પગલે ધંધા રોજગાર બંધ રહ્યા હતા.આ સમયે રાજય સરકારે પ્રોપર્ટી ધારકોને ટેકસ ભરપાઈ કરવાની માફી આપશે તેવી જાહેરાત કરી હતી.ત્યારે રાજ્ય સરકારે સુચનાઓ આપતા આણંદ પાલિકાએ હદ વિસ્તારમા આવેલી હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ, સિનેમાઘરો, જીમનેશિયમને એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો હોવાથી શહેરમા 367 ઉપરાંત મિલ્કતધારકોને ચાલુ વર્ષે 2021-22માં પ્રોપર્ટી ટેક્સના બિલમાં રાહત આપવા દરખાસ્ત કરાઈ હતી.

આણંદ પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે જણાવેલ કે કોરોના પાછલા વર્ષે બાકી ટેક્ષ સને 2020 સહિત 2021 સુધીનો ટેક્ષ ભરપાઈ કરી દેવાયો હશે તેવા હોટલ, સિનેમાધરો,જીમનેશિયમને31મી માર્ચ સુધી યોજનાનો લાભ આપવામા આવશે. કોરોના મહામારીના પગલે રાહત આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...