અકસ્માતોનું પ્રમાણ વધ્યું:જીલ્લામાં બે વર્ષમાં 1523 માર્ગ અકસ્માતમાં 367 મોત

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019માં 188-2020માં 179એ જીવ ગુમાવ્યા

આરટીઓ સહિત જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા દ્વારા માર્ગ સલામતીના વિવિધ કાર્યક્રમો યોજીને વાહનચાલકો જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા હોવા છતાંય જીલ્લામા માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1523 અકસ્માતમાં 367 લોકોના મોત થયા હતા. આણંદ એ. આર. ટી. ઓ આર.પી.દાણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. જે મુજબ વર્ષ 2019માં 839 માર્ગ અકસ્માત બનાવો બન્યા છે.

જેમાં ફેટલ 167, જનરલ 189, સામાન્ય 54 અને માઇનોરમાં 166 અને કુલ 348 શરીરે વધારે ઈજાઓ અને કુલ 303ને સામાન્ય ઈજાઓ થઈ છે. આ સમયે માર્ગ અકસ્માત બનાવોમા કુલ 188 વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમા મે માસમા કુલ 35 અને સૌથી ઓછા સપ્ટેમ્બર માસમા ફકત કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. વર્ષ 2020 દરમ્યાન કુલ 179 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.જેમા ફેટલ 153, જનરલ 138, સામાન્ય 19 અને માઇનોર 112 અકસ્માત થયેલ હતા.

આ સર્જાયેલ અસ્કમાત દરમ્યાન 208 વ્યકિતઓને શરીરે વધારે ઈજાઓ થઈ હતી તેમજ કુલ 260ને સામાન્ય ઈજાઓ થઈ છે. જયારે માર્ગ અકસ્માતમા જાન્યુઆરીમા કુલ 13,ફેબ્રુઆરી કુલ 19,માર્ચ કુલ 6,એપ્રિલમા કુલ 5,મે માસમા કુલ 10,જુન માસમા 22,જુલાઈ માસમા કુલ 15,ઓગસ્ટ માસ કુલ 12,સપ્ટેમ્બર કુલ 21,ઓકટોબર કુલ 21,નવેમ્બર કુલ 16, ડિસેમ્બર કુલ 19 કુલ 179 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...