આંશિક રાહત:પામોલિન તેલના ડબ્બાના ભાવમાં રૂા.35નો વધારો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલ સિંગતેલના ભાવ સ્થિર
  • યુક્રેનથી કાચો માલ ન આવતા સનફલાવર તેલના ભાવ પણ વધવાની સંભાવના

હાલમાં મગફળીની આવક શરૂ થતાની સાથે જ ઓઈલ મિલમાં પિલાણ શરૂ થઈ ગયું છે.જેના લીધે સિંગતેલ રૂ.2750ના ભાવે સ્થિર રહ્યો છે.પરંતુ બે દિવસમાં પામોલિન તેલ રૂ. 35 મોંઘું થયું તેનો ડબ્બાનો ભાવ રૂ.1800 નોંધાયો હતો. યુક્રેનથી કાચો માલ આવતો નહીં હોવાથી સનફલાવર તેલનો ભાવ રૂ.2600થી વધી રૂ.2800 થાય તેવી શકયતા છે.

આણંદ સરદાર ગંજ બજારના તેલના વેપારી મેહુલ નથવાણીઅે જણાવ્યું હતું કે પામોલિન તેલમાં બે દિવસમાં રૂા. 35નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ.1765થી વધીને રૂ 1800 થઈ ગયો છે. કપાસમાં સુકારો લાગતા પાકની આવક ઘટાડો થશે.જેના લીધે કપાસિયા તેલ ડબ્બો રૂ.2400ની નજીક પહોંચવામાં માત્ર રૂ.50 બાકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...