અણઘડ નિર્ણય:3.5 કિમીના રૂટમાં વચ્ચે આવતુ ગરનાળું સાંકળું છતાં રોડ ફોર લેન કરવાની મમત

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂચિત ગણેશ ફાટક બ્રિજના ડાયવર્ઝન માટે તુલસી ગરનાળાથી હાઇવેને જોડતો રોડ પહોળો કરાશે
  • સ્થાનિક તંત્ર વાસ્તવિકતાથી વાકેફ છતાં કૃષિ મંત્રીને સ્થળ તપાસ કરાવી સુંદર આયોજન સમજાવી દીધું !

આણંદ શહેરના ગણેશ ફાટક બ્રિજ બનાવીને કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યા હલ કરવા તેમજ શહેરના ફાટક મુકત બનાવવાનું અભિયાન હાથ ધરાયું છે. પરંતુ તંત્ર માટે બે વર્ષથી ચાલનાર બ્રિજના કામને લઇને ચિખોદરા અને વાસદ તરફથી આવતાં દૈનિક 6 હજારથી વધુ વાહનચાલકોને શહેરમાં પ્રવેશવા માટે ડાયવર્ઝન કયાં આપવું તે પ્રશ્ન બની ગયો છે. વહીવટી તંત્ર તમામ પરિસ્થિતી વાકેફ છે. તુલસી ગરનાળા સાંકળુ અને સિંગલ માર્ગ છે તેમ છતાં તુલસી ગરનાળાથી હાઇવે સુધીનો જોડતા કાંસની બાજુ ફોર લેન રોડ કરવા તૈયારીઓ હાથ ધરવામાં આવતાં અણઘડ અાયોજન છતુ થયુ છે. રોડ ફોન લેન બનાવાશે પરંતુ ગરનાળુ સાંકળુ હોવાથી ટ્રાફિકજામની સમસ્યા યથાવત રહેશેે.

આણંદ શહેર ગણેશ ફાટક ઓવરબ્રિજની કામગીરી હાથધરવામાં આવનાર છે. તેને ધ્યાને લઇને તંત્ર વૈકલ્પિક માર્ગની વ્યવસ્થામાં જોતરાયું છે.કારણે ચિખોદરા, સારસા અને વાસદ તરફ આવતાં વાહનચાલકોને આણંદ પ્રવેશના માટે ડાયવર્ઝન માર્ગની વ્યવસ્થા કરવી જરૂરી છે.

તંત્ર માટે ડાયવર્ઝનની વ્યવસ્થા માથાના દુઃખાવા રૂપ બની ગઇ છે. કારણ કે બોરસદ ચોકડી ફાટક બનાવવામાં આવેલ ત્રિપાંખિયો બ્રિજ ભૂલભલાઇ સમાન છે. જયારે હવે ચિખોદરા કે વડોદરા તરફથી આવતાં વાહનો સામરખા ચોકડી થી આણંદ પ્રવેશતો ભાલેજ ઓવરબ્રિજ સાંકળો હોવાથી ટ્રાફિક સમસ્યા ઘેરી બંને તેમ છે ત્યારે તંત્ર પાસે હાલતો તુલસી ગરનાળાથી ને.હા નં48ને જોડતો કાંસ વાળો માર્ગ બચ્યો છે.

પરંતુ ત્યાં સૌથી મોટો પ્રશ્ન રેલ્વે સિંગલ ગરનાળુ હોવાથી મોટાવાહનો આવી શકે તેમ નથી. તેમજ નાના વાહનો પસાર થાય તો પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાવવાની સંભાવના છે. તેમ છતાં તંત્ર દ્વારા અણઘણ નિર્ણય લઇને તુલસી ગરનાળાના માર્ગે ફોરલેન બનાવવાની કામગીરી હાથધરવામાં માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે શહેરમાં ચર્ચાઇ રહ્યું છે કે વાહનચાલકો અવરજવર પ્રશ્ન હલ કરવા માટે નહીં પણ કેટલાંક મળતિયાઓને જમીન ત્યાં આવેલી હોવાથી તેમને સાચાવવા માટે નિર્ણય લેવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેને લઇને શહેરીજનોમાં તરહ તરહની ચર્ચાઓ જોર પકડયું છે.

કૃષિ મંત્રી અાવવાના હોવાથી તાત્કાલિક કાંસની સફાઈ કરાઈ
સિંચાઇ વિભાગના મંત્રી કુંવરજી બાવડિયા મુલાકાત લેવાના હતા.ત્યારે આણંદ પાલિકા સેન્ટરી વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જો કે કાંસમાં આજુ બાજુના રહીશો કચરો ફેંકતા હોય મુલાકાત સમયે પાલિકાની ખરાબ છાપ ઉપસી આવે નહીં તે માટે જેસીબી મશીનથી ઘનકચરો એકત્ર કરીને સળગાવી દેવામાં આવ્યો હતો.

ટ્રાફિક નિયમન માટે ફોર લેન જરૂરી
તુલસી ગરનાળાથી નેશનલ હાઇવેને જોડતા સુધીનો રસ્તો ચાર માર્ગીય બનાવીને શરૂ કરવામાં આવે તો આણંદ શહેરમાંથી પસાર થતાં વાહનો સીધા જ તુલસી ગરનાળાથી હાઈવે ઉપર જવાથી શહેરના ગણેશ ચોકડી વિસ્તારમાં હાલમાં જે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તે સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. અમે મંત્રીને કાંસ વિભાગના અધિકારીઓ દ્વારા કાંસ પર બોકસ ડ્રેનેજ રોડનો નકશા તૈયાર કરાશે તે અંગે માહિતી અાપી હતી. > ડી.એસ.ગઢવી, કલેકટર આણંદ

અન્ય સમાચારો પણ છે...