તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આણંદ જિલ્લાની શાળાઆેમાં 35દિવસનું વેકેશન પૂરું, નવા સત્રમાં પણ આેનલાઈન અભ્યાસ

આણંદ, નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદ જિલ્લામાં 1076 પ્રાથમિક શાળાઆેમાં 1.78 લાખ અને 500થી વધુ મા.શાળામાં 1.42 લાખ વિદ્યાર્થીઆે ઘેર બેઠાં ઓનલાઈન અભ્યાસ કરશે

આણંદ જિલ્લામાં મે2021ના શરૂમાં દૈનિક 100 કેસ નોંધાતા શાળાઅો બંધ કરાઈ હતી. ત્યારબાદ વેકેસન જાહેર કરાયું હતુ. હાલમાં દૈનિક 20 કેસ નોંધાતા 7મી જૂનથી નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના પગલે જિલ્લાની 1600થી વધુ શાળાઅોમાં સવાત્રણ લાખ વિદ્યાર્થીઅો અોનલાઈન શિક્ષણથી નવા સત્રનો પ્રારંભ કરશે. જૂન 2020માં કોરોનાની પ્રથમ લહેરના પગલે ઓફલાઈન શિક્ષણ બંધ થઈ ગયું હતું. જે 5મી માર્ચ 2021ના રોજ કોરોનાના કેસો ઘટતાં ધો.6 થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતાં.

જો કે, અઠવાડિયા બાદ બીજી લહેરમાં કોરોનાન બેકાબૂ બનતાં પુનઃ શાળાઆે બંધ કરાવી વેકેશન જાહેર કરાવ્યું હતું. જો કે, 92 દિવસ બાદ સંક્રમણ ઘટતાં જિલ્લાની તમામ શાળાઓમાં આજથી ઓનલાઈન અભ્યાસક્રમનો પ્રારંભ થશે. નવા સત્રની શરૂઆતમાં ગત વર્ષે જે તે ધોરણમાં કરવામાં આવેલા અભ્યાસક્રમનું રીવીઝન કરવામાં આવશે. ત્યારબાદ નવા વર્ગનો અભ્યાસ શરૂ કરાશે. આણંદ જિલ્લામાં માધ્યમિક અને પ્રાથમિક શાળાને સવાત્રણ લાખ ઉપરાંત વિદ્યાર્થીઆે કોરોનાની મહામારીના પગલે છેલ્લા અેક વર્ષથી ઘેર બેઠા જ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે.

જો કે, ઓનલાઈન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઆે અભ્યાસ પર પુરતુ ધ્યાન ન આપતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, હજી પણ કોરોનાના સંક્રમણમાં વધઘટ જોવા મળી રહી છે. તેમજ ત્રીજી લહેરની પણ સંભાવના વધી રહી છે. અને તેમાં બાળકો વધુ ઝપેટમાં આવે તેવી વકી ડોકટરો દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અગામી દિવસોમાં કોરોના સંક્રમણ નહીવત થઈ જાય તો ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની તૈયારી છે. પણ હાલના સંજોગોમાં કોરોનાના સંક્રમણની અસર નાના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઆે પર ન પડે તે માટે ઓનલાઈન શિક્ષણના નવા સત્રનો પ્રારંભ સોમવારથી રાબેતા મુજબ કરવામાં આવનાર છે.

શિક્ષકોને બ્રિજ કોર્સની ત્રણ દિવસની તાલીમ અપાશે
ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તમામ શિક્ષકોઅે 100 ટકા હાજરી શાળામાં આપવની રહેશે. તેમજ વિદ્યાર્થીઆેનો અભ્યાસક્રમ કાચો રહી ના જાય તે માટે ગત વર્ષના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવવા માટે અેક માસનો બ્રીજ કોર્ષનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અને તે માટે તમામ શિક્ષકોને ત્રણ દિવસનું ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. > હર્ષદભાઈ પ્રજાપતિ, શિક્ષક

દૂરદર્શન અને માઈક્રોસોફ્ટવેરના માધ્યમથી છાત્રોને શિક્ષણ અપાશે
ધો.1 થી 12ના તમામ વિદ્યાર્થીઆે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. અને દુર દર્શન અને માઈક્રોસોફટવેરની ટીમ્સના માધ્યમથી ઘેર બેઠા શિક્ષણ પુરુ પાડવામાં આવશે તે માટે આગામી અેક સપ્તાહમાં બાળકોને પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ કાચો ના રહે તે માટે સરકાર દ્વારા બ્રીજ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં એક માસથી ગતવર્ષે ઓનલાઇન ભણાવામાં આવેલ અભ્યાસનું રીવીઝન કરવામાં આવશે. તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપવું અને બ્રીજ કોર્ષની તૈયારી કેવી રીતે કરવી તે માટે સરકાર દ્વારા ઓનલાઇન તાલમી વર્ગ શિક્ષકો માટે યોજવામાં આવ્યો છે. ત્યારબાદ નવા વર્ષના અભ્યાસ ક્રમની શરૂઆત કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...