રજૂઆત:અવકૂડામાં જમા 35 કરોડ હવે તો વિકાસના કામો માટે વાપરો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ દ્વારા 5 ધારાસભ્ય- સાંસદને રજૂઆત
  • ધારાસભ્યો અને સાંસદના સન્માન સમારોહમાં સિવિલ, તળાવો સહિતના પ્રશ્ને ચર્ચા

આણંદ જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ દ્વારા આણંદ-સોજિત્રા રોડ સ્થિત મધુભાન રિસોર્ટમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યો અને સાંસદનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બિલ્ડર લોબી દ્વારા આણંદના વિકાસ માટે મક્કમપણે સાથ-સહકાર આપવાની માંગ કરતાં વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.

આ સમારોહમાં ડબલ એન્જિન સરકાર દ્વારા આણંદના વિકાસ પર ધ્યાન આપવામાં આવે તેવી માંગ સાથે બિલ્ડર્સ એેસોસિયેશનના પ્રમુખ ધીરૂભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ-વિદ્યાનગર-કરમસદ ના નામે ઊભું કરાયેલું માળખું અવકૂડા પાસે છેલ્લાં એક વર્ષમાં પડતર રૂપિયા 35 કરોડ પડ્યાં છે. તેનો આણંદના વિકાસમાં ઉપયોગ કરવામાં આવે.

આ ઉપરાંત, તળાવના બ્યૂટીફિકેશન માટે સૌરાષ્ટ્રમાં જે રીતે સૌની યોજનાનો અમલ કરાયો છે તેવો અમલ અહીં પણ થાય અને આણંદના તળાવોને પાણીથી છલોછલ ભરવામાં આવે, સિવિલ હોસ્પિટલ તાત્કાલિક બનાવવામાં આવે તથા રોડ રસ્તાઓનો વિકાસ થાય, ભાલેજ ઓવરબ્રિજને પહોંળો કરવામાં આવે અને તેના પરનો ટ્રાફિક ઓછો સત્વરે કરવામાં આવે તેવી માંગ કરી હતી.

બિલ્ડરે કોઈ એક વર્ગની જવાબદારી લેવી જોઈએ
દરેક બિલ્ડરે સમાજના કોઈ એકવર્ગની જવાબદારી લેવી જોઈએ એવી હાકલ કરતાં પ્રમુખ ધીરૂભાઈ પટેલે ઉમેર્યું હતું કે, તેઓ પોતાના મૂળ વતન કપડવંજમાં હોસ્પિટલ ચલાવે છે અને આરો પ્લાન્ટ નાખ્યો છે. તેઓ ગરીબ દીકરીઓને ભણાવવા માટે મદદ કરે છે. અમારી હોસ્પિટલમાં ગામડામાં 205 ગર્ભધારિત મહિલાઓની પ્રસુતિ કરાઈ હતી. જેમાંથી 195 મહિલાઓની નોર્મલ ડિલિવરી થઇ હતી. 10 જ મહિલાને સિઝેરીયનની જરૂર પડી છે. સિઝર વધુ પ્રમાણમાં કરતી ખાનગી હોસ્પિટલો સામે તવાઈ આવવી જોઈએ.

બિલ્ડર્સના પ્રશ્નોનો ઝડપથી નિકાલ લવાશે
બ્રિટનને પછાડી ભારત વિશ્વનું પાંચમા નંબરનું અર્થતંત્ર બન્યું છે તેમાં સૌનો ફાળો છે, બિલ્ડર લોબીનો સિંહ ફાળો છે. તમે લોકો ટેક્સ ભરો છો જે ઇકોનોમીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અવકુડામાં ચેરમેનની નિમણૂક માટે અમે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે. આ ઉપરાંત બિલ્ડર્સના જે પણ પ્રશ્નો છે એનો ઝડપથી નિકાલ લાવવામાં આવશે. > મિતેશ પટેલ, સાંસદ, આણંદ.

અન્ય સમાચારો પણ છે...