કોપી કેસ:SP યુનિ.માં યુજી- પીજીની પરીક્ષામાં 35 કોપી કેસ

આણંદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની અનુસ્નાતક તથા સ્નાતક કક્ષાની પરીક્ષામાં 35 કોપી કેસ નોંધાયા હતા. જેમાં સ્નાતકમાં 26 જ્યારે અનુસ્નાતકમાં 9 કેસ નોંધાયા છે. અનુસ્નાતકની વિભાગની પરીક્ષા 2 જી નવેમ્બરથી શરૂ થઈ હતી જ્યારે સ્નાતકની 10 મી નવેમ્બરથી થઈ હતી. જે 24મી નવેમ્બર ગુરુવારના રોજ પૂર્ણ થઈ હતી.

સમગ્ર પરીક્ષા દરમિયાન કુલ 35 કોપી કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં એમએના 4, એમકોમમાં 1, એમેસસીના 3, એમએસડબલ્યુ 1, બીએના 3, બીકોમ 16 અને બીએસસીના 8 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કોઈ કાપલી લઈને આવ્યા હતા તો કોઈ શરીરના વિવિધ અંગો પર જેમાં 22 વિદ્યાર્થીઓ અને 13 વિદ્યાર્થિનીઓ હતી. તારીખ 10મી નવેમ્બરની આજુબાજુ આશરે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...