કોરોના:વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં 15 દિવસમાં 34 ટકા કોરોના કેસ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 11મી મેના રોજ યુનિવર્સિટીમાં RTPCR લેબ કાર્યરત

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગત 11મી ના રોજ આરટીપીઆર લેબ શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં કરાયેલા ટેસ્ટ પૈકી 34 ટકા કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. જોકે, સરેરાશ પ્રતિદિનની વાત કરીએ તો ટેસ્ટના સેમ્પલ કલેક્શન બાદ અંદાજે 45થી 50 ટકા કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે.

યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લાં 15 દિવસમાં હેલ્થ સેન્ટર પર કુલ 743 ટેસ્ટ થયા છે. જેમાં 253 પોઝીટીવ અને 490 નેગેટીવ આવ્યા છે. યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા લેબમાં છ કલાકના સમયગાળામાં ક્યુઆર કોડ સહિત સંબંધિતના મોબાઈલ પર આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ મોકલી આપવામાં આવે છે. સામાન્ય રીતે દર્દી તુરંત સારવાર મેળવી શકે તે હેતુસર જેટલો ઝડપી બને તેટલો રિપોર્ટ વહેલો દર્દીને મોકલવામાં આવે છે. નોંધનીય છે કે, વધુને વધુ સેમ્પલ કલેક્શન થાય તે હેતુથી અને જે તે વ્યક્તિને તે જ દિવસે કોરોના ટેસ્ટ રિપોર્ટ મળી જતો હોય યુનિવર્સિટી દ્વારા બે સેશનમાં સેમ્પલ કલેક્શન કરવાનું નક્કી કર્યું છે. યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર પર સવારે આઠથી 12 વાગ્યા સુધી સેમ્પલ કલેક્શનના રિપોર્ટ જે તે દિવસે સાંજે સાત વાગ્યા સુધી મોબાઈલ પર આપવામાં આવે છે. બપોર પછીના રિપોર્ટ બીજે દિવસે આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...