તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારાનું ગ્રહણ:સસ્તા ઇંધણ માટે 3388 વાહનો CNGમાં તબદીલ, હવે તેમને ભાવવધારાનું ગ્રહણ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન માલિકો રૂ. 40થી 45 હજારના ખર્ચે કીટ નંખાવે છે

છેલ્લા બે વર્ષ દરમિયાન પેટ્રોલ - ડીઝલના ભાવોમાં થયેલા અસહ્ય વધારાના કારણે વાહનચાલકો વૈકલ્પિક ઇંધણવાળા વાહનો તરફ વળ્યાં છે. અલબત્ત હવે સીએનજીના ભાવોમાં થઇ રહેલા વધારાએ પણ વાહનચાલકોની ચિંતા વધારી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન આણંદ જિલ્લામાં 3388 વાહનોના માલિકોએ તેમના પેટ્રોલ સંચાલિત વાહનોને સી.એન.જી. માં કન્વર્ટ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ વિતેલા બે વર્ષ દરમ્યાન પેટ્રોલનો ભાવ રૂ.80 થી વધીને રૂ.100 ની નજીક પહોચી ગયો છે. આથી પેટ્રોલ વાહન ચલાવવું પોસાય તેમ નહીં હોવાથી વર્ષ 2019-20 માં 1,468 અને વર્ષ 2020-21માં સૌથી વધુ કુલ 1,920 વાહનો સી.એન.જી માં કન્વર્ટ થયા છે. બીજી તરફ સી.એન.જીના ભાવમાં આજે ગુરૂવારે મધ્યરાત્રીથી કિલોના રૂ. 53.50 થી વધીને રૂ. 54.50 કરાયો છે.

આમ સસ્તા ઇંધણ માટે સીએનજીનો વિકલ્પ પસંદ કરનારાઓ માટે પણ ભાવવધારો ચિંતાનું કારણ બન્યો છે. સી.એન.જી. વાહનમાં એવરેજ પણ વધારે આવતી હોવાથી રૂ. 40થી 45 હજારનો ખર્ચ કરી લોકો સીઅેનજી કીટ ફીટ કરાવે છે.

બી.એસ.6માં મંજૂરી આપવી જોઇએ
રાજય સરકારે બી.એસ.6 વાહનોમાં ગેસ કીટ બેસાડવા માટેની મંજુરી આપવી જોઈએ.આખરે કાર માલિકાને પેટ્રોલ કાર વેચીને કંપની ફીટેડ ગેસ કીટ સાથેની કાર વધુ નાણા ખર્ચ કરીને લેવાની ફરજ પડી રહી છે. હાલમાં જુની ગેસની ટાંકીઓ કારમાં ફીટ કરીને રજીસ્ટ્રેશનના નામે વધુ નાણાં ખંખેરવામાં આવતાં હોય રાજય સરકારે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવી જોઇએ. > યોગેશ પટેલ, સી.એન.જી ગેસ દુકાનદાર,જીટોડીયા રોડ

અન્ય સમાચારો પણ છે...