શિક્ષણ:આણંદ જિલ્લાની ITIમાં ચાલુ વર્ષે 33 ટકા બેઠકો ખાલી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક સમયે મોટાભાગના ટ્રેડ ભરાઈ જતા હતા તેને બદલે ચાલુ વર્ષે અનેક ટ્રેડમાં એકપણ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી

કોવિડ-19 સંક્રમણની અસર દરેક ક્ષેત્રે પડી છે. તેમાંય શિક્ષણમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન વર્ગો ઓફલાઈનને બદલે ઓનલાઈન લેવામાં આવતાં સરકાર દ્વારા બોર્ડ અને કોલેજ તથા સેમિસ્ટરના અંત્તિમ વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ હતી. જેને પગલે શૈક્ષણિક વર્ષ 2019-20માં માસ પ્રમોશન જાહેર કરાયું હતું. સામાન્ય રીતે ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રોફેશ્નલ કોર્સની પસંદગી વેળાએ આઈટીઆઈ જેવા કોર્સ પર પસંદગીનો કળશ ઢોળી તેમાં આગળ વધતા હોય છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન, સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત બાદ આણંદમાં આવેલી તાલુકા મથકની કુલ નવ જગ્યાની આઈટીઆઈ આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ અને વાસદમાં એવી અપેક્ષા હતી કે, મંજૂર બેઠકોની સામે તમામ બેઠકો ભરાઈ જશે. સરકાર દ્વારા પણ આણંદ જિલ્લામાં આવેલી તમામ આઈટીઆઈમાં છેલ્લાં પાંચ વર્ષની સરખામણીમાં બેઠકોની સંખ્યા પણ વધારી હતી. પરંતુ બન્યું કંઈ ઉલ્ટું જ. બેઠકો વધારવા છતાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન, પહેલી વખત વિદ્યાર્થીઓની સંખ્યા આઈટીઆઈમાં ઘટી છે.

એક સમયે મંજૂર બેઠકોની સામે 95થી 98 ટકા જગ્યા ભરાઈ જતી હતી. તેની સામે ચાલુ વર્ષે 33 ટકા બેઠકો પ્રવેશ પૂર્ણ થયા બાદ હજુય ખાલી છે. એથીય વધુ રસપ્રદ બાબત તો એ છે કે, બોરસદમાં ઈલેક્ટ્રીશ્યન અને મિકેનિક મોટરના ટ્રેડમાં અનુક્રમે 40 અને 20 બેઠકો જાહેર કરાઈ હતી. પરંતુ તેમાંય એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. એ જ રીતે તારાપુરની આઈટીઆઈમાં વેલ્ડરની 20 બેઠકો સામે માત્ર બે જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આમ, મોટાભાગના વિદ્યાર્થીઓ માસ પ્રમોશન બાદ આઈટીઆઈ જેવા ક્ષેત્રમાં વળવાને બદલે કોલેજમાં સ્નાતક કક્ષાના કોર્સ તરફ વળ્યા છે.

વર્ષમંજૂરભરાયેલી
બેઠકોજગ્યા
201621172037
201722242182
201821462025
201923941887
202022351631
202127081818

વિદ્યાર્થીઅો કોલેજો તરફ વળ્યા હોય, આઈટીઆઈની બેઠકો ખાલી રહી છે
માસ પ્રમોશનને પગલે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની આવડતને, રૂચિને પારખ્યા વિના કોલેજો તરફ વળ્યા છે. બાકી અગાઉના વર્ષોમાં પરિણામ જાહેર થતું ત્યારે મોટાભાગે વાલીઓ જ બાળકની ત્રૂટિ-આવડત જોઈને કોલેજમાં પ્રવેશ લેવો કે આઈટીઆઈમાં તે નક્કી કરતા હતા. પરંતુ ચાલુ વર્ષે આમ બન્યું નથી. જેને પગલે આઈટીઆઈમાં મોટાભાગની બેઠકો ખાલી રહી છે. - મહેન્દ્રભાઈ પટેલ, પ્રિન્સીપાલ, મહિલા આઈટીઆઈ, સદાનાપુરા.

અન્ય સમાચારો પણ છે...