તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન શિક્ષણની ઇફેક્ટ:ઓનલાઇન શિક્ષણના પગલે સ્ટેશનર્સને 33 કરોડનો ફટકો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં આજથી શાળાઓ શરૂ થઇ રહી  છે. ઓન લાઇન શાળાઓ શરૂ થવાની હોઇ પ્રથમ વખત નવુ શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર જ શરૂ થશે. - Divya Bhaskar
આણંદ શહેરમાં આજથી શાળાઓ શરૂ થઇ રહી છે. ઓન લાઇન શાળાઓ શરૂ થવાની હોઇ પ્રથમ વખત નવુ શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર જ શરૂ થશે.
  • આણંદમાં 70થી વધુ નાની મોટી સ્ટેશનરી દુકાનના વેપારીઓ મુશ્કેલીમાં ગત વર્ષનો માલ પણ હજુ પડી રહ્યો છે

કોરોના મહામાહીના પગલે છેલ્લા સવાવર્ષથી શિક્ષણની પધ્ધતિમાં ધરમૂડમાંથી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઓફલાઈન શિક્ષણ બંધ થઈ જતાં શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા વેપાર ધંધાને ભારે અસર થઈ છે. ઓનલાઈન શિક્ષણના કારણે મોટા ભાગનું કામ પેપર લેસ થઈ ગયું છે. જેની અસર સીધી રીતે સ્ટેશનરી બજાર પર જોવા મળી રહી છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં નાની મોટી 239 થી વધુ સ્ટેશનરીની દુકાનોમાં છેલ્લા અેક વર્ષમાં 80 ટકાનો ફટકો પડતાં 33 કરોડથી વધુનું નુક્સાન વેઠવાનો વખત આવ્યો છે. જેના કારણે અગામી દિવસોમાં નાના નાના સ્ટેશનરીના સ્ટોર બંધ થઈ જતાં.500થી વધુ યુવકો રોજગારી ગુમાવે છે. તેવો સમય પાકી ગયો છે. ઓન લાઇન શિક્ષણ શરૂ થવાનું હોઇ નોટ, પેન, ચોપડા સહિત કંપાસ સ્ટેશનરીની જરૂરપડતી નથી. જેના કારણે ગત વર્ષે આણંદ-વિદ્યાનગરની સ્ટેશનરીની દુકાનોમાં ભરેલો 15 કરોડના માલમાંથી માત્ર 3.5 કરોડની અાસપાસનો ધંધો થયો છે.

ઓનલાઈન શિક્ષણ 6 માસ ચાલશે તો નાની દુકાનો બંધ થઈ જશે
આણંદ-વિદ્યાનગર સહિત જિલ્લામાં નાના પાયે સ્ટેશનરીનો ધંધો કરતાં 100થી વધુ વેપારીઆે છે. જેથી ઓનલાઈન શિક્ષણના કારણે તેઓને રૂા.15 કરોડનો ફટકો પડ્યો છે. આવું છ માસ ચાલ્યું તો નાની નાની સ્ટેશનરીની દુકાનો બંધ થઈ જશે. જેને કારણે બેરોજગારી વધશે. -શેલેષ શાહ, હરિહર બુક ડેપો, આણંદ

આણંદ શહેરમાં રેડીમેડ કાપડની દુકાનોને અસર : 5 કરોડનો ફટકો
આણંદ શહેર સહિત જિલ્લામાં રેડીમેડ કાપડની દુકાનો 1000થી વધુ આવેલી છે. શૈક્ષણિક સત્રના પ્રારંભે 400થી વધુ દુકાનો ગણવેશ, બુટમોજા સહિતનું વેચાણ કરે છે. જેના થકી આણંદના બજારમાં 7 થી 8 કરોડનો ધંધો થાય છે. આેનલાઈન શિક્ષણ શરૂ થતાં શાળાઅે જવાનું બંધ થઈ ગયું છે. જેના કારણે ગણવેશનો વેચાણ ઘટ્યું છે. દર વખતે મોટી મોટી શાળાઓ દ્વારા વેપારીઆેને ઘેર બેઠાં ગણવેશનો ધંધો મળતો હતો. છેલ્લા એક વર્ષથી બંધ થઈ ગયો છે. આણંદ સુપર માર્કેટમાં ગણવેશનો ધંધો કરતાં અેમ અેન પરમારે જણાવ્યું હતું કે છેલ્લા અેક વર્ષથી ગણવેશ માટે કોઈ ખરીદી જોવા મળી નથી. જેના કારણે વેપારીઓ સહિત દરજી સમાજને પણ ફટકો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...