તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:આણંદમાં 327 આંગણવાડીઓ ભાડાના મકાનમાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં આજે નવા વાંટા ખાતે સ્માર્ટ આંગણવાડીના ઓરડાનું ઈ ખાતમુહૂર્ત કરી ઢોલ નગારા વગાડાશે.જો કે કડવી વાસ્તવિકતા એ છે કે આણંદ જિલ્લામાં 1993 આંગણવાડીમાંથી 327 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. તેઓની પાસે પોતાના મકાન નથી. ત્યારે તંત્ર દ્વારા વર્ષો પહેલા કેટલીક આંગણવાડી બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.પરંતુ જગ્યાના અભાવે તમામ આંગણવાડીને અલગ મકાનની યોજના પડી ભાંગી હતી.બીજી બાજુ જે આંગણવાડીને પોતાના મકાન છે તેમાં પણ છત જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયેલ હોઈ બાળકોને નીચે બેસવાનો વારો આવતો હોય છે.

આ અંગેની સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એક બાજુ સરકાર પાસે આંગણવાડી બનાવવા જગ્યા નથી તો બીજીબાજુ બાળકો માટે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવી રહી છે.બીજી તરફ દેશનું ભવિષ્ય બાળપણથી તંદુરસ્ત અને સ્માર્ટ બને તે માટે સરકાર દ્વારા આંગણવાડીઓ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

ગરીબ પરિવારના બાળકો કુપોષણનો ભોગ ન બને તેવા આશયથી તંત્ર આંગણવાડી ચલાવે છે.પરંતુ આણંદ જીલ્લામાં 1493 આંગણવાડીઓ પોતાના મકાનમાં ચાલે છે.ત્યારબાદ 53 આંગણવાડીઓ મનરેગા યોજના અને 4 આંગણવાડીઓ આણંદ પાલિકાએ હસ્તક આવરી લેવાઇ અને 5 જીલ્લા આયોજન હેઠળ નવા મકાનો તૈયાર કર્યા છે.વધુમાં આણંદ જીલ્લામાં હાલમાં કુલ 1993 આંગણવાડીઓ આવેલ છે.ત્યારે કુલ 327 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચલાવાય છે.

અન્ય સમાચારો પણ છે...