સહાય:આણંદ જિલ્લામાં શ્રમિકોના 595 બાળકોને 32.35 લાખની સહાય

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્નાતકના છાત્રોને 10 હજારથી લઇ 50 હજાર સુધીની સહાય ચુકવાઇ

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય અમલ માં મૂકવા માં આવી છે.આ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં 32.35 લાખ ની શિક્ષણ સહાય મંજુર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અનેક લોકો કડિયા કામ કે અન્ય ક્ષેત્રે સંકળાયેલા છે જેઓને નોંધણી શ્રમયોગી કલ્યાણ બોર્ડ સેવા સદન ખાતે થાય છે.નોંધણી થયેલ બાળકો ને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર અભ્યાસ માટે સરકાર ના નીતિ નિયમ અનુસાર નિર્ધારિત કરેલ શિષ્ય વૃત્તિ આપવા માં આવે છે.

આ યોજના નો લાભ ફક્ત બોર્ડ માં નોંધાયેલા બાંધકામ શ્રમયોગી ના બે બાળકો ને આપવા માં આવે છે. આ અંગે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ના પ્રોજેક્ટ મેનેજર હાર્દિક ભાઈ નાયી એ જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં જે અરજદારો ની અરજી આવી હતી તેમાં 100 ટકા અરજી મંજૂર કરવામાં આવી છે.કુલ 595 બાળકોને 32,35,600રૂપિયા ની સહાય મંજુર કરી હોવાનું તેઓ એ જણાવ્યું હતું. આ ઉપરાંત આર્થિક પછાત વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂરી સહાય આપવામાં આવે છે. તેમજ વિદેશ અભ્યાસ માટે લોનની પણ વ્યવસ્થા કરાઈ છે.

રૂા.1800 થી બે લાખ સુધીની શિક્ષણ સહાય
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા શ્રમિકો ના બાળકો ને પ્રાથમિક શાળા માં 1800થી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.જ્યારે માધ્યામિક વિભાગમાં 2500 થી8000 સુધી અને ગ્રેજ્યુએટ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓને 10 હજારથી 50 હજાર સુધી ની શિક્ષણ સહાય આપવા માં આવે છે. ઘણાને ફી ની લઘુત્તમ રકમની 1000 ટકા સહાય જેમાં બે લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...