સહાય:ખેડૂતોને તાડપત્રી મેળવવા માટે 3229 અરજી પેન્ડીંગ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન લકી ડ્રો થી અપાતો લાભ

આણંદ જિલ્લામાં દરવર્ષે ચોમાસા પહેલા ખેડૂતોને તાડપત્રી માટે 50 ટકા સહાય અાપવામાં આવે છે.જેમાં 2500ની તાડપત્રી ખેડૂતે ખરીદી હોય તો 1250ની સહાય ચુકવવામાં આવે છે. ચાલુવર્ષે તાડપત્રીની સહાય મેળવવા માટે જિલ્લાના 3229 ખેડૂતોએ અરજી કરી છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઇ લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો નથી.

આ અંગ ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, તાડપત્રી યોજના માટે કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. માત્ર ખેડૂતો હોવો જોઇએ , તાડપત્રી યોજનાના લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેમાં ખેડૂતોને સરકારા દ્વારા 50 ટકા સહાય આપવામાં આવે છે. દર વખતે સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે.

લક્ષ્યાંક કરતાં વધુ અરજી હોય તો ઓનલાઇન ડ્રો કરવામાં આવે છે. તેમજ ડ્રોમાં જે ખેડૂત નામ આવે તે ખેડૂતનો લાભ મળે છે. જયારે બાકી રહી ગયેલા ખેડૂતોને સરકાર દ્વારા પુનઃ લક્ષ્યાંક નક્કી કરવા આવે ત્યારે તેનો સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...