તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં સૌ પ્રથમ કોરોના કેસ 5 એપ્રિલે મળ્યો હતો.ત્યારબાદ સતત કોરોના કેસ વધતા ગયા હતા. છેલ્લા 322 દિવસ દૈનિક કોરોના કેસ મળી રહ્યાં હતા.તેના કારણે અત્યાર સુધીમાં 2538 પોઝીટવ કેસ નોંધાયા છે.જયારે નવેમ્બર ડિસેમ્બરમાં સૌથી વધુ કોરોના કેસ મળ્યા હતા. સૌ કોઇ કોરોના ડર જોવા મળતો હતો. જો કે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહથી કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. રાજયમાં 0 કેસ ધરાતવતો આણંદ જિલ્લો 19મો જિલ્લો બન્યો છે.
આણંદ જિલ્લામાં શરૂઆતમાં ખંભાત શહેર કોરોના હબ બન્યુ હતું. પરંતુ દિવાળીબાદ આણંદ તાલુકો કોરોના હબ બનતા જિલ્લામાં કોરોના કેસ ઝડપથી વધારો થઇ રહ્યો હતો. નવેમ્બર -ડિસેમ્બરમાં તો આગામી 6 માસમાં નોંધાયા હતા.તેના કરતાં 50 ટકા વધુ કેસ નોંધાયા હતા. જો કે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને ઘટાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતાં આખરે જાન્યુઆરી અંતિમ સપ્તાહબાદ સફળતા મળી હતી કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો.ફેબ્રુઆરીના પ્રથમ દિવસથી કોરોના કેસનો આંકડો 5 નીચે જોવા મળ્યો હતો.
સોમવારે 322 દિવસ બાદ કોરોના એક પણ કેસ નોંધાયો નથી આમ 0 કેસ માટે ઘણી રાહ જોવી પડી હતી. જો કે ડોકટરોએ જણાવ્યુ હતું કે જો તકેદારી રાખવામા નહીં આવે તો કોરોના સંક્રમણ પુનઃ દેખાશે તેથી લોકો સંક્રમણ અટકાવવા માટે તમામ નિયમોનું પાલન હજુ પણ કરવું પડશે.
2499 દર્દીઓએ કોરોનાને માત આપી
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના 2538 કેસ નોંધાયા હતા.જેમાંથી 2499 દર્દીઓ કોરોને માત આપીને સ્વસ્થ થયા છે. આમ સ્વસ્થ થવાનો રેસિયો 97 ટકા પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોનામાં માત્ર17 લોકોના મોત નિપજયા છે. જયારે નોનકોવિડમાં 170 વધુ લોકોના મોત નિપજયા છે.
આણંદ જિલ્લામાં કોરોનાના બેડ ઘટાડવાની કવાયત શરૂ
આણંદ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસ પગલે જિલ્લાની 11 હોસ્પિટલોમાં 1150 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.જાન્યુઆરી માસમાં કેસમાં ઘરખમ ઘટાડો નોંધાતા આખરે આરોગ્ય વિભાગ દ્વારા400 બેડ ઘટાડી દીધા હતા. જો કે હાલમાં 750 બેડ કોરોના માટે રાખવામાં આવ્યા છે.તેમાંથી માત્ર 22 બેડ જ કોરોના દર્દીઓ ભરેલા છે. જયારે હોમ હાઇસોલેન્સમાં 8 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.