આણંદ જિલ્લાની 351 ગ્રામ પંચાયતોમાં ગત વર્ષે 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ ગઇ હતી. જયારે 32 ગ્રામ પંચાયતોની મુદત ફેબ્રુઆરી 2022માં પૂર્ણ થઇ હતી.તેની ચૂંટણી તૈયારીઓ આરંભી હતી. ત્યારબાદ તંત્ર વિધાનસભાની ચૂંટણીમાં જોતરાઇ જતાં ગ્રામ પંચાયતો વહીવટદાર મુકી દેવામાં આવ્યાં હતા. જેના કારણે છેલ્લા 10 માસથી ગ્રામ પંચાયતો લોકોનો ચૂંટણી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. તો તાત્કાલિક આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવામાં આવે તેમ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે. વહીવટદારના શાસન કારણે કેટલાંક ગામો અટકી પડયાં છે.
આણંદ જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં છેલ્લા 10 માસથી વહીવટદારનું શાસન છે. જેના કારણે ગામના વિકાસ માટે જરૂરી એવા મહત્વના નિર્ણય લેવાની કામગીરી ખોંરભે પડી છે. જેથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. ત્યારે જે ગામોમાં વહીવટદારનું શાસન છે.તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે. જેમાં આણંદ તાલુકાના 39 ગામોમાંથી 17 ગામોની ચૂંટણી બાકી છે. ત્યારે ટુંક સમયમાં આ તમામ ગ્રામપંચાયતો ચૂંટણી તૈયારીઓ શરૂ થશે.તેને લઇને પુનઃ રાજકીય વાતાવરણ તેજ બનશે. સ્થાનિક ગ્રામ પંચાયતોની ચૂંટણી માહોલ અલગ હોય છે. જેમાં ગામના વ્યકિત વચ્ચે ખેંચતાણ હોવાથી બારે રસાકસી જોવા મળે છે.
વહીવટદારનું શાસન ધરાવતાં 32 ગામો
આણંદ તાલુકામાં અજરપુરા, અજુપુરા, ખંભોળજ, ખાંધલી, ખાનપુર, ગાના, ત્રણોલ, નાપાડ તળપદ, નાવલી, મોગર, મોગરી, રાજુપુરા, રાવળાપુરા, વઘાસી, વલાસણ, વાસદ, સદાનાપુરા ઉમરેઠ તાલુકાના વણસોલ, સરદારપુરા, ધોળી, ભરોડા, પરવટા, હમીદપુરા, પણસોરા, ખાખણપુર, ઉંટખરી, ઝાલાબોરડી, સૈયદપુરા અને દાગજીપુરા અને આંકલાવ તાલુકાના નાની સંખ્યાડ, મોટી સંખ્યાડ તથા કંથારીયા ગ્રામ પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.