નવસારી ખાતે વડાપ્રધાનના યોજાનાર કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારના ગ્રામજનોને લઇને જવા માટે આણંદ એસટી ડેપોમાંથી 40 બસો ફાળવવામાં આવી છે. ત્યારે 40 જેટલી બસોની ઘટ પડતાં દરોરજ દોડાવવામાં આવતાં રૂટોમાંથી ગ્રામ્ય વિસ્તારની 32 ટ્રીપો રદ કરતાં હજારો મુસાફરો રીતસરના રઝળી પડયા હતા. .
એસટી વિભાગ દ્વારા નવસારી ખાતે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમમાં હોવાથી આણંદ એસટી બસોની 100 બસોમાંથી 40 બસો નવસારીમાં ફાળવી દેતા મુસાફરોને હાલાકીઓનો ભોગ બનવું પડયું હતું. જો કે 40 બસો ઘટના પગલે 200 ટ્રીપોમાંથી 32 ટ્રીપો ગ્રામ્ય વિસ્તારોની એકાએક રદ કરી દેવાતાં ડાકોર ઝાલોદ સહિત અન્ય વિસ્તારના રહીશોને હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. કેટલાંક મુસાફરોએ એસટી ડેપો ખાતે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.