વરસાદની આગાહી:ખંભાતમાં 30 MM, બોરસદમાં 19 MM વરસાદ, આણંદ અને ખેડા જિલ્લામાં સોમવારે કેટલાંક તાલુકામાં 5થી 6 ઇંચ થશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં રવિવારે બપોરબાદ 4 વાગ્યા અરસામાં પુન: વરસાદ શરૂ થયો હતો, જેમાં ખંભાતમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. જયારે બોરસદમાં 19મીમી વરસાદ તથા અન્ય તાલુકામાં 5 મીમીથી વધુ વરસાદ વરસ્યો છે.જયારે આણંદ -ખેડા જિલ્લામાં સોમવારે કેટલાંક તાલુકામાં ભારે વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લામાં રવિવારે સાંજના ચાર વાગ્યાબાદ 30મીમી વરસાદ વરસ્યો છે. જયારે બોરસદમાં 19મીમી વરસાદ, ઉમરેઠમાં 13 મીમી, આંકલાવમાં 8 મીમી,આણંદમાં 9 મીમી,તારાપુરમાં 2 મીમી અને સોજીત્રામાં 3 મીમી વરસાદ વરસ્યો છે. ખંભાત શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસતાં નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઠેર ઠેર ગંદકી પ્રમાણ વધી ગયું છે.

જયારે તારાપુર સૌથી ઓછો વરસાદ માત્ર 2 મીમી થયો છે. જયારે આણંદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી ઠેર ઠેર પાણી ભરાઇ જતાં લોકોને પારંવારમુશ્કેલીઓ પડે છે.આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન સક્રિય બનેલી લો પ્રેશરની સિસ્ટમને પગલે આણંદ -ખેડા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે આગામી ત્રણ દિવસ સુધી સામાન્યથી હળવો વરસાદની વકી છે.

અન્ય સમાચારો પણ છે...