તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આણંદ શહેરમાં ત્રણ દિવસમાં શંકાસ્પદ ઝાડા-ઉલ્ટીના 30 કેસ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ

નડિયાદ શહેરમાં એક સપ્તાહથી કોલેરો એક નોંધાયો હતો.જયારે ઝાડા-ઉલ્ટીના શંકાસ્પદ 50 થી વધુ કેસ મળી આવ્યા હતા.તેનો ચેપ આણંદને લાગ્યો, શહેરના વિવિધ વિસ્તારો છુટાછવાયા શંકાસ્પદ ઝાળા ઉલ્ટીના કેસ 3 દિવસ દરમિયાન 30 થી વધુ જોવા મળ્યા છે. જયારે આણંદ સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન 8 થી વધુ શંકાસ્પદ કેસ દર્દીઓ સારવાર લીધી છે. ત્યારે આણંદ વાસીઓ કોલેરા માથું ન ઉંચકે તે માટે તકેદારી રાખવી જરૂરી છે.

આણંદ શહેરમાં જૂનના અંતિમ સપ્તાહ વરસાદ પડયો હતો.તેના કારણે કાંદવ કિચડ અને ગંદકીનું પ્રમાણ છેવાડા વિસ્તારો વધી ગયું છે. તેમજ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ઉચકાયો છે. તેના કારણે વિવિધ બિમારીઓ દેખા દીધા છે. આણંદ શહેરમાં ચાલતા નાના ખાનગી કિલીનીકો દૈનિક 10 વધુ શંકાસ્પદ ઝાડા-ઉલ્ટીના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

જો કે છુટા છવાયા વિસ્તારો કેસ મળી રહ્યાં છે.ત્રણ દિવસમાં 30 વધુ શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે.આણંદ સિવલ હોસ્પિટલના સર્જન ડો. અમર પંડ્યાઅે જણાવ્યુ હતુ કે, શંકાસ્પદ ઝાડા-ઉલ્ટીના કેસ ઘણા ઓછા છે. સિવિલમાં દૈનિક એકાદ બે દર્દીઓ સારવાર માટે આવે છે.તેમ પણ જુદા જુદા વિસ્તારના હોય છે. કોઇ જગ્યાએથી શંકાસ્પદ કેસ આવતાં નથી.

અન્ય સમાચારો પણ છે...