ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠક માટે તા.10 નવેમ્બર 2022થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. ઉમેદવારી પત્રો ભરવાના આજના સાતમા દિવસે તા. 16 નવેમ્બર 2022ને બુધવારના રોજ જિલ્લાની વિધાનસભાની 7 બેઠક ઉપર 30 ઉમેદવારોના કુલ મળી 36 ઉમેદવારી પત્રો ભરાયા હતા.
બોરસદ વિધાનસભા બેઠક પર 3 ફોર્મ ભરાયા
ખંભાત વિધાનસભા બેઠક પર આજે કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઇલાલ કાળુભાઇ પાંડવ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ મહોબતસિંહ સિન્ધાએ ઉમેદવારી નોંધાવી હતી. બોરસદ વિધાનસભા બેઠક પર આજે કુલ 3 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિતેશ રમેશભાઇ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે કેશરીસિંહ ભારતસિંહ પરમાર અને વજેસિંહ ઉદેસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપના ઉમેદવારે 4 ઉમેદવારી પત્રો ભર્યા
આંકલાવ વિધાનસભા બેઠક પર આજે 3 ઉમેદવારોએ કુલ 7 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રતનસિંહ પઢિયારે 4 ઉમેદવારી પત્રો અને સંજય હસમુખભાઇ પટેલે 2 ઉમેદવારી પત્રો તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગજેન્દ્રસિંહ હરિસિંહ રાજે 1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
અપક્ષના ઉમેદવારોએ 1-1 ઉમેદવારી પત્ર ભર્યું
ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે કુલ 6 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદ રઇજીભાઇ પરમાર અને ભરત સુરેશભાઇ પટેલે 1-1 ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે હર્ષિતકુમાર ઘનશ્યામભાઇ પટેલ, જગદિશ રાવજીભાઇ ઠાકોર અને ઘનશ્યામ નટવરભાઇ દરજીએ 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
આણંદ બેઠક પર 14 ઉમેદવારી પત્રો ભરાયા
આણંદ વિધાનસભા બેઠક પર આજે 12 ઉમેદવારોએ કુલ 14 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાંતિ મણીભાઇ સોઢા પરમાર અને મહેન્દ્ર કાંતિભાઇ સોઢા પરમારે 2-2 ઉમેદવારી પત્રો, ભારતીય નેશનલ જનતા દળના ઉમેદવાર તરીકે મૌલિકકુમાર વિનોદચંદ શાહે 1 ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર તરીકે અરવિંદકુમાર અમરશીભાઇ ગોલએ 1 ઉમેદવારી પત્ર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશકુમાર જયંતીભાઇ મકવાણાએ 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે તોફીકમીયા ફકરુમીયા મલેક, તોસીફ મુસ્તફાભાઇ વ્હોરા, યામીન ઇબ્રાહીમભાઇ વ્હોરા, વિપુલકુમાર બિપીનભાઇ મેકવાન, વિજય શાંતિલાલ જાદવ, જાનકીબેન દિનેશભાઇ પટેલ અને અલ્લારખા નસીબખાન પઠાણએ 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
સોજીત્રા બેઠક પર 2 ઉમેદવારી પત્રો ભરાયા
પેટલાદ વિધાનસભા બેઠક પર આજે કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુન સિધાભાઇ ભરવાડ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદ ઇશ્વરભાઇ ગોહેલે 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે સોજીત્રા વિધાનસભા બેઠક પર આજે કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે દેવાંગકુમાર નરહરીલાલ શેલત અને યુવરાજસિંહ મહિપતસિંહ ગોહિલે 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
18 નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે
નોંધનીય છે કે, તા. 17 નવેમ્બર 2023ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.18 નવેમ્બર 2022ના રોજ ચકાસણી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.