તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબોલ પશુની હેરાફેરી:તારાપુર ચોકડીએથી 24 ગાયો અને 11 વાછરડાને ગેરકાયદેસર હેરાફેરી કરતા 3 ટેમ્પા ઝડપાયા

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પશુ અત્યાચાર નિવારણની કલમ હેઠળ ગુનો નોંધ્યો

દેશમાં ગૌવંશની હેરાફેરીનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.ગૌ રક્ષકો અને ગૌ સેવકો ગૌ વંશ ની રક્ષા સુરક્ષા માટે પોલીસ થી પણ વધુ સતર્ક અને સજ્જ રહે છે. તારપુરના ગૌ સેવકોએ વટામણ તરફથી આવતા ત્રણ આઈસર ટેમ્પાને રોકીને તલાશી લેતાં અંદરથી અસહ્ય પીડાજનક રીતે મુશ્કેટાટ હાલતમાં બાંધેલી ગાયો તેમજ વાછરડાં મળી આવતાં ચકચાર મચી હતી.ગૌ સેવકોએ આ હેરાફેરી ઝડપી લેતા તારાપુર ચોકડીએ લોકટોળુ એકઠું થઈ ગયું હતું. પરિસ્થિતિ ની ગંભીરતા જણાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી મામલો શાંત પાડ્યો હતો અને ગૌ વંશ અને ગૌ તસ્કરોને પોલીસના હવાલે કર્યા હતા.પોલીસે આ મુદ્દે કાયદેસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરમાં ગૌસેવાનું કામ કરતા યુવાનોને માહિતી મળી હતી કે વટામણ હાઇવે બાજુથી ત્રણ આઈસર ટેમ્પામાં ગાયો ભરીને કતલખાને લઈ જવામાં આવી રહી છે. જેથી ગૌસેવક કાર્યકરો તારાપુરની મોટી ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગયા હતા.

આ દરમ્યાન બાતમી મુજબના ત્રણેય ટેમ્પા આવી જતા ગૌ સેવક કાર્યકરો દ્વારા તે તમામ ને અટકાવી તેની તપાસ કરતાં ત્રણેયમાંથી કુલ 24 ગાયો અને 11 વાછરડાં મુશ્કેટાટ હાલતમાં બાંધેલા અને ઘાસચારો કે પાણીની પણ વ્યવસ્થા કર્યા વગર મળી આવ્યા હતા. ચાલકો પાસે પશુઓની હેરાફેરી કરવા અંગેનું પ્રમાણપત્ર માંગતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ.વળી આ સમય દરમ્યાન લોકટોળુ પણ ભેગું થઈ ગયું હતું અને વાતાવરણ આક્રોશીત બની ગયું હતું.

ઘટના સ્થળે થી તુરંત જ પોલીસને જાણ કરતાં પોલીસ ઝડપભેર પહોંચી હતી.લોકટોળુ વિખેરી ગૌ વંશ ને કબ્જે લીધું હતું અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઝડપાયેલ ત્રણેય ગાડી ચાલકનું નામઠામ પુછતાં કાનાભાઈ વાંકાભાઈ રાઠોડ (રે. ભાવનગર), રાજદીપ મગાભાઈ ચૌહાણ (સિંહોરી,ભાવનગર) અને ફાલ્ગુનભાઈ વિનોદભાઈ પરમાર (બોટાદ)ના હોવાનું જણાવ્યું હતુ. ત્રણેય વિરૂધ્ધ પશુ અત્યાચાર નિવારણની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...