વિધાનસભાની સામાન્ય ચૂંટણી:આણંદ જિલ્લાની સાત વિધાનસભા વિભાગમાંથી 3 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા.5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે કુલ મળી 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા 32 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે આજે તા.19 નવેમ્બર રોજ જિલ્લાના 7 મતદાર વિભાગોમાં કુલ મળી 3 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.
21 નવેમ્બર ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ
આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટની ખંભાત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેશભાઇ રમેશચંદ્ર પંડ્યા, આંકલાવ બેઠકના અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર જીતસિંહ રાજ અને પેટલાદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જતીનભાઇ રમેશભાઇ સોલંકીએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. જ્યારે બોરસદ, ઉમરેઠ, આણંદ અને સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા નથી તેમ સંબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીઓએ જણાવ્યું છે. નોંધનીય છે કે તા.21 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

અન્ય સમાચારો પણ છે...