ગણેશ ચોકડીની ટાંકીનું ખાતમુહૂર્ત:આણંદમાં પાણીની 3 નવી ટાંકી બનાવાશે, 12 હજાર નળ કનેકશન ધારકોને ફાયદો

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ ચોકડી, મંગળપુરા અને પરીખભુવનની સમસ્યાનો અંત આવશે

આણંદ શહેરમાં ઉનાળાની ગરમી શરૂ થતાંની સાથે દર વર્ષે પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. ત્યારે પીવાની પાણીની ફરિયાદો ઉઠી હોવાથી પાલિકાએ આણંદ શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં નવી પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગણેશ ચોકડી વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરીત થઈ ગઈ હોવાથી આજે 9 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી રૂ.1 કરોડ 15 લાખ ઉપરાંત રકમના ખર્ચે નવી ટાંકી બનાવવા માટે આજે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતો.

જેનાથી વોર્ડ 10,11.12માં બાર હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોને પુરતા પ઼માણમાં હવે પીવાનુ પાણી મળી રહેશે.તેમજ પાણીની સમસ્યાઓનો અંત આવી જશે તેમ પાણી વિભાગના ચેરમેન સુમિત્રાબેન પઢીયારે જણાવ્યુ હતુ. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં પરીખ ભુવન વિસ્તાર સહિત વોર્ડમાં પીવાના પાણીની શહેરીજનોની ફરિયાદોના પગલે આણંદ પાલિકા દ્વારા નવી ત્રણ પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ શુક્રવારે 15મું નાણાંપંચ યોજના હેઠળ 9 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી નવી ટાંકી બનાવવા માટે ગણેશ ચોકડી પાસે પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ,ભાવેશભાઇ સોલંકી, કેતનબારોટ, સચિન પટેલ, છાયાબેન ઝાલા સહિત અન્ય કાઉન્સિલરોની ઉપસ્થિતમાં ખાત મુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

પાણીની ટાંકી છ મહીનામાં તૈયાર કરી દેવામાં આવનાર હોવાથી 12 હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોને પુરતા પ઼ેસરમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ થશે.વધુમાં ચેરમેન ભાવેશભાઇ સોલંકીએ જણાવેલ કે આણંદ પરીખ ભુવન વિસ્તારમાં પાણીની સમસ્યાઓ હલ કરવાના હેતુથી ટી.પી.4માં મંગળપુરા વિસ્તારમાં રૂ.1 કરોડ 81 લાખ ઉપરાંત રકમના ખર્ચે 10 લાખ લીટર પાણીની ક્ષમતા વાળી નવી પાણીની ટાંકી બનાવાશે. તેમજ પરીખ ભુવન વિસ્તારમાં દવે પંમ્પ પાસે 5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરવાતી રૂ.1 કરોડ 4 લાખ ઉપરાંત રકમના ખર્ચે નવીન પાણીની ટાંકી બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...