હવામાન:ચરોતરમાં હળવા વાદળો વચ્ચે પવનની ગતિમાં 3 કિમીનો ઘટાડો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ વાદળછાયા વાતાવરણથી લઘુત્તમ તાપમાન ઉચું રહેશે

નડિયાદ અને આણંદ પંથકમાં આંશિક વાદળો વચ્ચે પવનની ગતિમાં 3 કિમીનો ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીમાં રાહત અનુભવાઇ હતી. વાદળો સતત રહેતા હોવાથી શિયાળુ પાકને તેની અસર થવાની સંભાવના છે. આગામી 7મી જાન્યુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે.ત્યાર બાદ આકાશ સ્વચ્છ થતાં ઠંડીનો ચમકારો પુનઃ જોવા મળશે એમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 15.03 ડિગ્રી જ્યારે પવનની ગતિ 2.8 કિમી નોંધાઇ છે. જયારે ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું હતું. જેના કારણે લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં 1 ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે. આગામી ત્રણ ચાર દિવસ સુધી વાતાવરણમાં સામાન્ય વઘઘટ થશે. પવનની ગતિ 6 થી 10 કિમીની વચ્ચે રહેશે. તેના કારણે ઠંડીનો અહેસાસ વર્તાશે. 7મી જાન્યુઆરીથી ઉતર ભારતમાં હિમ વર્ષા થશે તેને પગલે પુનઃ ઠંડીનું જોર વધે તેવી વકી છે.

અન્ય સમાચારો પણ છે...