તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બીજા દિવસ પણ 3 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું, આણંદના વિવિધ વિસ્તારોમાં દરોડા પડાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ પાલિકાની ટીમોએ વહીવટદારની સુચના મળતા આજે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ રોકવા માટે જુના દાદર, શાક માર્કેટ સહિત વિવિધ વિસ્તારમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જુના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એક દુકાનદારને ત્યાંથી 3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના કોથળી-ઝભલા પકડી પાડી રૂા 500 દંડ વસુલ્યો હતો.

આણંદ પાલિકાના ઝોનલ ઈન્સ્પેકટર તુષાર ગઢવીએ જણાવ્યું હતું કે, આણંદ પાલિકાની ટીમો દ્વારા જુના દાદર, શાક માર્કેટ વિસ્તારમાં આવેલી પાંચ ઉપરાંત દુકાનોમાં આસ્કમિક રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં શારદા પ્રોવિઝન સ્ટોરમાંથી 3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના કોથળી-ઝભલા પકડી પાડી રૂા.500 દંડ વસુલ્યો હતો. આમ સતત બીજા દિવસે પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવાને પગલે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો